Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ,ગુજરાત અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષની સંયુક્ત પત્રકાર પરિષદ

અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ,ગુજરાત અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષની સંયુક્ત પત્રકાર પરિષદ

બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના દેશ છોડી જતાં આંદોલન કારીઓ જેહાદી સ્વરૂપમાં છેલ્લા આઠ-દશ દિવસોથી બાંગલાદેશમાં સ્થાનિક હિન્દુઓની અકારણ નિર્મમ હત્યાઓ કરી રહ્યા છે જેહાદીઓ દ્વારા હિન્દુઓના ઘર, મંદિર, ધાર્મિક શ્રધ્ધા કેન્દ્રો વગેરેને તોડફોડ અને આગ જનની તથા હિંદુ મહિલાઓ ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે.

બાંગ્લાદેશમાં હિંન્દુઓ ઉપર થઈ રહેલા જેહાદી રાક્ષસી હુમલા તથા ભીષણ અત્યાચારથી વિશ્વભરના હિન્દુઓમાં તીવ્ર રોપ છે. અખિલ ભારતીય સંત સમિતિ આ રાક્ષસી હિંસાને ઘોર ક્રૂરતાની સખત શબદોમાં નિંદા કરી વખોડે છે. બાંગ્લાદેશના હિન્દુઓએ પણ ઢાકામાં મોટી સંખ્યામાં દેખાવો કરીને વર્તમાન શાશન માટે અલ્પસંખ્યકોની રક્ષા માટે અયોગ બનાવવાની માંગ કરી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને માનવ અધિકાર પંચને અપીલ કરે છે કે બાંગલાદેશના લઘુમતિ હિન્દુઓની સલામતી નિશ્ચત કરે તથા તેના ઉપર થઈ રહેલા ભીષણ અત્યાચાર વિરુધ્ધ તીવ્ર વિરોધ પ્રગટ કરવા કાર્યરત બને.

ખેદ સાથે કહેવું પડે કે બાંગલાદેશમાં ૫૦ વર્ષ પહેલા ૩૨% હિન્દુઓ હતા જે આજે ઘટતા ઘટતા ફક્ત ૮ (આઠ) જેટલા જ રહ્યા છે. આ આઠ ટકા પણ હત્યા-હિંસા અને અત્યાચારનો ભોગ બની રહ્યા છે. આ સ્થિતિ ભયાવહ અને ચિંતાજનક છે.

અખિલ ભારતીય સંત સમિતિ ભારત સરકારને આગ્રહ કરે છે કે બાંગલાદેશના હિન્દુઓની સુરક્ષા માટે ત્વરીત પગલા ભરે તથા સરહદ પર શરણાર્થી બનેલા હિન્દુઓ માટે આશ્રય અને નિભાવ માટે ઉચીત કાર્યવાહી કરે.

 

 

 

 

 

 

 

 

રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)

Filed under Anand Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.