સમાચારની વાત કરીએ તો હિન્દુ સમાજની બહેન દીકરીઓની જાતીય સતામણીની વધતી જતી ઘટનાઓ ને લઈને અને વર્તમાનમાં કઠલાલ તાલુકાની મથુરપુરા પ્રાથમિક શાળાના પચાસ વર્ષીય વિધર્મી શિક્ષકે નવ વર્ષીય બાળકી પર શારીરિક બદદાનતથી અડપલા કરેલ હોવાથી સમસ્ત હિન્દૂ સંગઠનો દ્વારા ત્વરિત ન્યાયની માંગ ઉઠી છે.
આવા શિક્ષકની ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને ફાંસીની સજા મળે અને ફરી કોઈ આવી હરકત ના કરે તે હેતુથી સમસ્ત હિન્દૂ સંગઠનો દ્વારા ખેડા જિલ્લા કલેક્ટર શ્રી ને મોટી સંખ્યામાં એકત્ર થઇ આવેદનપત્ર આપવામાં આવ્યું.