નડિયાદ : ધર્મસિંહ દેસાઇ યુનિવર્સટીના બીસીએ વિભાગના વુમન સેલ અંતર્ગત સાયબર સિક્યુરીટી વિષય પર સેમિનારનુ આયોજન કરવામા આવ્યુ હતું.
આ સેમિનારમાં સાયબર સિક્યોરીટી ઇન્ડિયા-વલ્લભવિદ્યાનગરના સ્થાપક મનીષભાઈ જૈને આ વિષયના નિષ્ણાંત તરીકે વિદ્યાર્થીઓને સાયબર સિક્યુરીટીના ઉપયોગ દ્વારા રોજીંદા જીવનમાં ઇન્ટરનેશના દુરૂપયોગથી થતાં સામાજીક, આર્થિક, વ્યક્તિગત, વ્યવસાયિક નુકશાન કઇ રીતે બચી શકાય તે અંગે માહિતી આપી હતી. સેમીનારમાં ડીડીયુના મેનેજમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ભાગ લીધો હતો. પ્રો. સ્વાતિ પટેલ, પ્રો. સી.પી.પટેલ, ડૉ. નરેશ પટેલના વડપણ હેઠલ કાર્યક્રમ યોજાયો હતો.