સોમનાથ વિસ્તારાં ગેરકાયદે બાંધકામો સામે વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવારની રાતથી 36 જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીમાં લાગેલા છે. આ ઉપરાંત કાટમાળ હટાવવા માટે 70 જેટલા ટ્રેક્ટર તૈનાત કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરવામાં આવશે. અહીં સોમનાથ મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદે બાંધકામો થયા છે, જેને દૂર કરવા વહીવટી તંત્રની ટીમ કામે લાગી છે.
सोमनाथ में गुजरात सरकार का बड़ा बुलडोज़र ऐक्शन .. महीनो के सर्वे के बाद सोमनाथ टेम्पल के पीछे के भाग में सरकारी जमीन पर अतिक्रमण को खाली करवाया जा रहा है .. देर रात शुरू हुए ऑपरेशन से पहले स्थानीय लोगों ने बड़ी संख्या में इक्कट्ठा होकर कार्यवाही को रोकने की कोशिश की पर पुलिस ने… pic.twitter.com/Q9gQnnQurY
— Nirnay Kapoor (@nirnaykapoor) September 28, 2024
લોકોના ટોળેટોળા રસ્તા પર ઉતર્યા
તો બીજી તરફ સોમનાથમાં ગુજરાત સરકારની અત્યાર સુધીની સૌથી મોટી બુલડોઝર કાર્યવાહી સામે લોકો વિરોધ પણ કરી રહ્યા છે. આ પહેલા અહીં મહિનાઓ સુધી સર્વે ચાલતો હતો. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સોમનાથ મંદિર પાછળ આવેલી સરકારી જમીન પર અતિક્રમણ ખાલી કરવામાં આવી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં અહીં ઘણા નવા કામો કરવામાં આવ્યા છે અને આ કાર્યવાહી બાદ સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણ કાર્યને વધુ વેગ મળવાની ધારણા છે. મોડી રાત્રે અતિક્રમણ ખાલી કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે, કાર્યવાહી થતાં જ સ્થાનિક લોકોના ટોળા ત્યાં એકઠા થઈ ગયા હતા અને હંગામો મચાવવાનું શરૂ કર્યું હતું. લોકોએ કાર્યવાહીને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે કોઈક રીતે લોકોને ત્યાંથી હટાવ્યા હતા અને કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી હતી.
સોમનાથ સર્કલ નજીક ડિમોલેશન
વેરાવળ- સોમનાથ રોડ પર સેન્ટ મેરી સ્કૂલની સામેનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે. ગત મોડી રાતથી જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોચ્યો હતો. સાથે જ 36થી વધુ જેસીબી મશીન પણ કાજલી રોડ પર જોવા મળ્યા હતા. વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાં પણ રાત્રિના અહી પહોચ્યા હતા અને લોકોને ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવાની સલાહ આપતા વિડીયો પણ તેમના વાઇરલ થયા હતા. સોમનાથ સર્કલ અને ભીડીયા સર્કલ પર અવર જવર બંધ કરવામાં આવી છે. પોલીસ દ્વારા મિડિયાને પણ પ્રતિબંધિત કરાયા છે. 36 બુલડોઝર, 1400 પોલીસ કર્મચારી, મોટી સંખ્યામાં ટ્રેકટરની મદદથી વહેલી સવારથી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. સ્થળ પર 1400 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ઘણા પોલીસ સ્ટેશનના દળો પણ સ્થળ પર હાજર છે. પોલીસની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે આ કાર્યવાહી હજુ થોડો સમય ચાલુ રહેશે. હાલ સ્થિતિ કાબુમાં છે અને ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે.