નડિયાદના પીજ ખાતે આવેલ પ્રાથમિક કુમાર અને કન્યાશાળા ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકો માટેના કાયદાઓની સમજૂતી આપતો જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો.
બાળકોને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 2015, બાળ લગ્ન તથા પોક્સો એક્ટ 2012 વિશે માહિતગાર કરી બાળકોને મળેલા અધિકારો અને કાયદાકીય સંરક્ષણની જોગવાઈઓ વિશે સમજૂતી આપવામાં આવી. સાથે જ સરકારી યોજનાઓના લાભ વિશે માહિતી આપી બાળકોને વ્યસનથી દૂર રહેવા જણાવવામાં આવ્યુ. વધુમા બાળકોને પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં ચાઈલ્ડ પ્રોટેક્શન ઓફીસર ડો. અલકા રાવલ, જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ, શાળાના આચાર્યશ્રી સંદીપ ડાભી, શિક્ષકો અને બાળકો હાજર રહ્યા હતા.