પીએમ મોદી ફરી એકવાર ગુજરાતમાં આવી રહ્યા છે. પીએમ મોદી આગામી 28 ઓક્ટોબર ગુજરાતની મુલાકાત લશે. સપ્ટેમ્બર મહિનામાં પીએમ મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા હતા, અને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપી હતી, હવે આ તેમની બેક ટૂ બેક બીજી મુલાકાત રહેશે. તાજેતરમાં જ પીએમ મોદીના શાસનના 23 વર્ષ પુરા થયા છે, જેની ઉજવણી પણ ગુજરાતમાં ધામધૂમથી કરવામાં આવી હતી.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તાજા અપડેટ પ્રમાણે, પીએ મોદી આ મહિને આગામી 28 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવવાના છે, આ દરમિયાન પીએમ વડોદરા અને અમરેલી શહેરની મુલાકાત લઇ શકે તેવા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત મુલાકાત દરમિયાન પીએમ મોદી ટાટા એરબસ પ્રૉજેક્ટની ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદઘાટન કરશે. ઉલ્લેખનીય છે કે, જ્યારે પીએમ મોદી ગુજરાતમાં આવશે તે સમય દરમિયાન મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાઇ રહી હશે.
26 નવેમ્બરને પુરો થઇ રહ્યો છે મહારાષ્ટ્ર સરકારનો કાર્યકાળ
મહારાષ્ટ્રમાં 26 નવેમ્બરે અને ઝારખંડમાં 29 ડિસેમ્બરે સરકારનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. દર વખતે કમિશન સરકારની મુદત પૂરી થવાના 45 દિવસ પહેલા આચારસંહિતા લાગુ કરે છે. જો કે મહારાષ્ટ્ર સરકારના કાર્યકાળ પર નજર કરીએ તો હવે માત્ર 40 દિવસ બાકી છે. આ જ કારણ છે કે ચૂંટણીની જાહેરાતને લઈને રાજકીય વર્તુળોમાં અટકળો શરૂ થઈ ગઈ છે.