Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

સંસ્કાર મંડળ, યુનિવર્સિટી સ્ટાફ કોલોની વલ્લભ વિદ્યાનગર દ્વારા ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

સંસ્કાર મંડળ, યુનિવર્સિટી સ્ટાફ કોલોની વલ્લભ વિદ્યાનગર દ્વારા ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

સંસ્કાર મંડળ, યુનિવર્સિટી સ્ટાફ કોલોની વલ્લભ વિદ્યાનગર દ્વારા નવરાત્રી મહોત્સવના ભાગરૂપે સ્વ. જ. કા. પટેલ શિલ્ડ ગરબા હરિફાઈ બહેનો માટેની ગરબા સ્પર્ધા તારીખ ૧૩-૧૦-૨૦૨૪ ને રવિવારે સાંજે ૭:૩૦ કલાકે સંસ્કાર બાલવાડીના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ હરીફાઈ સ્પર્ધામાં યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલ, કુલસચિવ ડૉ. ભાઈલાલભાઈ પટેલ, ભૂતપૂર્વ નાયબ કુલસચિવ હરીશભાઈ દેસાઈ સહિત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં શાળા વિભાગમાં ૫, મોટી બહેનો વિભાગમાં ૧૦ અને સિનિયર સિટીઝનમાં ૫, એમ ત્રણ અલગ અલગ વિભાગમાં કુલ ૨૦ પ્રસ્તુતિ થઈ હતી. જેમાં શાળા વિભાગમાં સ્વ. ઉષાબેન દિલાવર સિંહ જાડેજા સ્મૃતિ પદ્મ નગર પ્રાથમિક શાળા નં. ૩૧(બાકરોલ)ને, મોટી બહેનો વિભાગમાં સ્વ. આનંદભાઈ મગનભાઈ પટેલ જલારામ એર ટ્રોફી સંસ્કાર મંડળ, યુનિવર્સિટી સ્ટાફ કોલોની, વલ્લભ વિદ્યાનગરને અને સિનિયર સિટીઝન બહેનો વિભાગમાં સ્વ. ઝવેરભાઈ નારણદાસ મિસ્ત્રી સ્મૃતિ પદ્મ ગાયત્રી મંડળ, સમર્પણ સોસાયટી, વલ્લભ વિદ્યાનગરને પ્રાપ્ત થયા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંકલન સંસ્કાર મંડળ વિદ્યાનગરના કાર્યકારી પ્રમુખ ભરતભાઈ મિસ્ત્રીએ કર્યું હતું.

 

 

રિપોર્ટર – ભાવેશ સોની(આણંદ)

Filed under Anand Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.