સેવા પરમો ધર્મને યથાર્થ કરી બતાવનાર પૂજ્ય શ્રી જલારામ બાપાની જયંતી ઉપલક્ષ્યમાં ઉમરેઠ તાલુકાના ઓડ ગામમાં જલારામ મંદિર ખાતે થયો મોટો ઉત્સવ. આ ઉત્સવમાં દર વર્ષની પરંપરા મુજબ આજુબાજુ ગામમાંથી આવેલ સર્વે ભક્તોને ખીચડી કઢી અને શાકની પ્રસાદી જમાડવામાં આવી. દર વર્ષે જલારામ જયંતીના દિવસે આજુબાજુના ગામોથી હજારોની સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવતા હોય છે.
રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)