શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને દેવ દિવાળીના પર્વે પાંચ હજાર દિવાથી શણગાર માં આવ્યું જેની અંદર પચીસ કિલો તેલનો ઉપયોગ કરવામાં આવ્યો સાંજે 6.00 કલાકે દાદા ની આરતી પછી દીપ પ્રાગટય કરી આરંભ કરવામાં આવ્યો આ અને દિવા થી ઝળહળી ઉઠ્યું હતું ને 22 સ્વંયસેવકોએ સેવા આપી હતી.
આ મંદિર 142 વર્ષ જૂનું છે જે નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે. જે મંદિર માં દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે અને દાદા ને મહા ભોગ ધરાવવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે છે અનોખા દર્શનનો લાભ લેવા સવારથી સાંજ સુધી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.