યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ની દિવ્ય અખંડ જ્યોતિ ને અજવાળે, મહંત પ. પૂ. શ્રી રામદાસજી મહારાજ ની આજ્ઞા થી શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે બાળકોના હેલ્થ ચેક અપનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તાલુકા આરોગ્ય અધિકારીની કચેરી ખેડા નડીઆદ દ્વારા આયોજન કરવામા આવ્યું હતું.
શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ ના નર્સરી થી ધોરણ ચાર ના બાળકોમાં સમજણ સાથે હાથ કેવી રીતે ધોવા, બાળકોની ઊંચાઈ વજન ચેકઅપ,આંખોની ચકાસણી ,દાંતની ચકાસણી તેમજ અન્ય રૂટિન હેલ્થ ચેક અપ કરવામા આવ્યું હતું.
આ પ્રસંગે શાળા વ્યવસ્થાપક કમિટીના સભ્યો, શિક્ષકો અને તેમજ બાળકોએ ભાગ લીધો હતો.