અ.ભા.વિ.પ ના પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, “હાલમાં ગુજરાતમા BZ ગ્રુપ દ્વારા અધધ રકમ ના કૌભાંડના અહેવાલો સામે આવી રહ્યા છે, જેની કડક અને તટસ્થ તપાસ થવી અતિઆવશ્યક છે. BZ ગ્રુપના કૌભાંડમાં અ.ભા.વિ.પ ના કાર્યકર્તા સંડોવાયેલા હોય તેવી જૂઠી અને અધુરી માહિતી એક પત્રકાર વાર્તા થકી કોંગ્રેસના પ્રવક્તા દ્વારા આજરોજ રજુ કરવામાં આવી પરંતુ એ સ્પષ્ટ છે કે, ABVP ના કોઈ પણ વર્તમાન કાર્યકર્તા BZ ગ્રુપ સાથે સંકળાયેલ નથી, જે કોઈ પૂર્વ કાર્યકર્તાઓના નામ સામે આવી રહ્યા છે તેમના નિજી વ્યવસાયિક જીવન સાથે અ.ભા.વિ.પનુ નામ જોડવું તે તદ્દન નીચલી માનસિકતા દર્શાવે છે. પરંતું આ સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ અને કડક તપાસ જરૂરી છે, સામાન્ય નાગરિકોના ઘણા રૂપિયા કૌભાંડ નો શિકાર ન બને તેની સાવચેતી લઈ કડક કાર્યવાહી કરવી તે સરકારશ્રીની ફરજ છે.”