તાપી જિલ્લામાં ખ્રિસ્તી સમુદાયો દ્વારા તારીખ 25 મી ડિસેમ્બર નાતાલ પર્વની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ કરવા માટે તાપી જિલ્લા વહીવટી તંત્ર પાસે પરમિશન ની સાથે સુરક્ષા આપવામાં આવે એવી માંગ સાથે તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે તાપી જિલ્લા દેવ બિરસા સેના દ્વારા કાર્યક્રમની પરમિશનના વિરોધમાં આવેદનપત્ર આપી જિલ્લામાં સરકારી ચોપડે કોઈ ખ્રિસ્તી નોંધાયું હોય તો તેના પુરાવા લઈને કાર્યક્રમની પરવાનગી આપવાની માંગ કરી છે.
દેવ બિરસા સેનાની માંગ છે કે આદિવાસી લોકો ચર્ચમાં જાય છે તેનો અમને કોઈ વાંધો નથી પરંતુ તેઓને કાયદેસર સરકારી ચોપડે ખ્રિસ્તી જાહેર કરવામાં આવે એવી માંગ છે.
ખ્રિસ્તી સમાજ દ્વારા નાતાલની ઉજવણી માટે તારીખ 25 મી ડિસેમ્બરથી તારીખ 1 જાન્યુઆરી સુધી પરમિશન આપવા સાથે સુરક્ષાની આપવાની માંગ સાથે લેખિત રજૂઆત થઈ છે, પરંતુ અરજી કરનારા કાયદેસર રીતે સરકારી ચોપડી ખ્રિસ્તી નોંધાયા છે કે કેમ ? જો નોંધાયા હોય તો કાગળોમાં ખ્રિસ્તી લખાવેલ છે કે કેમ ? અને એવું હોય તો પરવાનગી મેળવનાર વ્યક્તિના પૂરેપૂરા ડોક્યુમેન્ટ ની તપાસ કરી પરમિશન આપવી, નહીં તો ગામેગામ તપાસ કરી પ્રવૃત્તિઓ અટકાવવાની માંગ કરી છે.