Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

ચૂકવી દીધેલ પૈસાની ઉઘરાણીના દબાણમાં વેરાખાડી સેવા સહકારી મંડળીના કર્મચારીએ આપઘાત કરતાં ચકચાર

ચૂકવી દીધેલ પૈસાની ઉઘરાણીના દબાણમાં વેરાખાડી સેવા સહકારી મંડળીના કર્મચારીએ આપઘાત કરતાં ચકચાર

પ્રાપ્ત માહિતી મુજબ વેરાખાડી સેવા સહકારી મંડળીમાં છેલ્લા પંદર વર્ષથી નોકરી કરતા દિલીપસિંહ છત્રસિંહ ટાટોડ ખેતરમાં ઝાડ પર ફાંસો ખાઈ આપઘાત કરેલ હાલતમાં મળતા ચકચાર મછી જવા પામી છે. રાતના અંધારામાં આવું થતા કોઈને ખબર ના પડી પરંતુ સવારે આવતા જતા લોકોની નજર પડતાં પૂરી હકીકત સામે આવી. ઘટનાની જાણ ખંભોળજ પોલીસને થતા તરત જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો અને મૃતક દિલીપસિંહના શરીરને પોસ્ટ મોર્ટમ માટે સારસા સરકારી હોસ્પિટલ મોકલી દેવાયો. ઘટના સ્થળે મૃતક દ્વારા લખાયેલ એક ચિઠ્ઠી મળી આવી જેમાં લખેલું હતું કે સહકારી મંડળીમાં થી મે રાસાયણિક ખાતર લીધું હતું અને તેના પૈસા પણ ચૂકવી દીધા હતા, પરંતુ મંડળી દ્વારા આ રકમ ચોપડે લીધેલ ન હતી. પૈસા ચૂકવી દેવા છતાં વેરા સેવા સહકારી મંડળીના ચેરમેન તથા સેક્રેટરી મારી પાસે પૈસાની ઉઘરાણી કરતા હતા. છેલ્લે મારી ઉપર ચેરમેન અને સેક્રેટરી દ્વારા એટલું બધું દબાણ વધી ગયું જેને કારણે હું આત્મહત્યાનું કરી રહ્યો છું.

ખંભોળજ પોલીસનું કહેવું છે કે દિલીપસિંહ ટાટોડના આપઘાતની તપાસ ચાલી રહી છે અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ ચિત્ર સ્પષ્ટ થાય તેમ છે.

 

રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)

Filed under Anand Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.