ભાલેજ ગામ છેલ્લા એક મહિનામાં બે વાર ગેરકાયદેસર ગોવંશ કતલની પ્રવૃત્તિમાં સમાચાર પત્રોમાં છવાયેલું રહેલું છે અને હવે તો બદઈરાદાથી પોલીસ સ્ટેશનને બાનમાં લેતા હદ થઈ ગઈ.
ભાલેજમાં ગઈકાલે એવી ઘટના બની જેથી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મૂળ વિષય એવો હતો કે ભાલેજ પોલીસ દ્વારા ગામમાં પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. આ પેટ્રોલિંગ દરમિયાન અમુક અસામાજિક તત્વોએ જાણીજોઈને પોલીસને અડચણરૂપ થવા આડા બાઇક મૂકી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સૂચના આપવા છતાં જાણીજોઈને જ્યા ત્યાં મૂકેલા સાધનો લેવામાં ન આવતા પોલીસે કાયદેસરની પ્રક્રિયા કરવાનું શરૂ કર્યું. આ વાતની દાઝ રાખી રાત્રે અચાનક ખૂબ મોટું ટોળું ભાલેજ પોલીસ સ્ટેશન ધસી આવ્યું અને હોબાળો કરવા લાગ્યું. જોતજોતામાં તો આ ટોળું હજારોની સંખ્યામાં થઈ ગયું અને પોલીસ સ્ટેશન નો ઘેરાવો કરી લીધો. આવું થવાથી ભાલેજ પોલીસ દ્વારા આણંદ જિલ્લા કંટ્રોલમાં જાણ કરવામાં આવી અને ત્યારબાદ આણંદ જિલ્લા LCB, જિલ્લા SOG, RURAL પોલીસ કર્મીઓ તેરથી ચૌદ પોલીસ વાનમાં ભાલેજ પોલીસ સ્ટેશને પહોંચ્યા અને અસામાજિક તત્વોના ટોળાને ત્યાંથી ભગાડવામાં આવ્યું. આ તો સારું છે કે જિલ્લામાંથી સમયસર પોલીસ ફોર્સ ભાલેજ પહોંચી ગઈ અને કોઈ મોટી અનિચ્છનીય ઘટના થતા રહી ગઈ.
ભાલેજ પોલીસ સ્ટેશનને બાનમાં લેનારા લોકો દ્વારા જણાવવામાં આવ્યું કે ભાલેજમાં લાંબા સમયથી ટ્રાફિકનું નિયમન પોલીસ દ્વારા કરાઇ નથી રહ્યું અને તેની રજુવાત કરવા લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પણ શું આવી રજુવત કરવા રાતના અંધારામાં હજારો લોકોએ પોલીસ સ્ટેશન બાનમાં લેવું પડે ? એવી તો કેવું રજુવાત હતી આ અસામાજિક ટોળાની કે જેને કારણે જિલ્લામાંથી આટલો મોટો પોલીસ ફોર્સ બોલાવવો પડ્યો !