વાલોડ તાલુકાની દરેક ગ્રામ પંચાયતમાં ડુપ્લિકેશન કામોના નામે કરોડોની ગેર રીતિ આચારવામા આવતી હોવાની ફરિયાદ..
વાલોડ તાલુકાના ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરવા પહોંચેલા જાગૃતિ નાગરિકો પહોંચે તે પહેલા જ વાલોડ તાલુકા પંચાયતના ટીડીઓ ઓફિસ છોડીને ભાગી ગયા..
ટીડીઓ નાગરિકો ને મળવાને બદલે ગુમ થયા અને ફોન પણ રીસીવ ન કરતા લોકો અકળાયા…
તાલુકા વિકાસ અધિકારી આખરે કચેરીએ ૨.૩૦ કલાકે આવતા ભ્રષ્ટાચારની રજૂઆત કરવા આવેલા નાગરિકોની રજૂઆત સાંભળી હતી.
વાલોડ તાલુકામાં થયેલ કામોમાં થયેલ ગેરરીતિ, ભ્રષ્ટાચાર સામે જવાબદાર અધિકારી, પદાધિકારી, ઇજારદાર સામે એસીબી તપાસની માંગણી
વાલોડ તાલુકા પંચાયત કચેરીમાં સવારે 11 કલાક બાદ દાદરીયા ગામના રહીશો, આદિવાસી પંચના સભ્યોએ દાદરિયા ખાતે થયેલા વિકાસના કામોમાં થયેલી ગેરરીતી,ભ્રષ્ટ્રાચાર, ડુપ્લિકેશન બાબત લેખિતમાં પુરાવાઓ સાથે રજૂઆતો કરી હતી, જે રજૂઆતો અને પૂરતા પુરાવા આપ્યા હોવા છતાં રાજકીય અગ્રણીઓને ખુશ રાખવાના કારસામાં કામગીરીને ટલ્લે ચઢાવામાં આવતા આજે કચેરીએ લોકોએ હલ્લાબોલ કર્યો હતો,
100 કરોડમાંથી 70% રકમના કામો માત્ર ત્રણ એજન્સીઓ ને આપી સરકારી ગ્રાન્ટ માંથી મોટી રકમના કામોમાં ડુપ્લિકેશનમાં લઈ કૌભાંડ કરવાનું કાવતરું રચ્યું હોવાના પણ આક્ષેપો કરાયા હતા.
વાલોડ તાલુકાના વિકાસના તમામ કામોની તપાસ કરવામાં આવે અને જે કોઈ કામોમાં ડુપ્લીકેસન થયા હોય તો તે તમામ જવાબદાર ઇજારદાર અને અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે અને આ માટેનો સમય તા.03/03/2025 સુધીનો આપવામાં આવ્યો છે જો આ અંગે પગલાં લેવામાં ન આવશે તો આદિવાસી પંચ અને અન્ય સંગઠનો આંદોલન કરશે તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.