ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આપવામાં આવેલા ઇન્ટરવ્યુની ઘણી વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સીએમ યોગીને વડા પ્રધાન પદ વિશે પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો, જેનો તેમણે ગોળગોળ જવાબ આપ્યો હતો પરંતુ ખુલ્લેઆમ કંઈ કહ્યું ન હતું.
मैं उत्तर प्रदेश का मुख्यमंत्री हूं, प्रदेश की जनता के लिए पार्टी ने मुझे यहां लगाया है…
मैं वास्तव में हूं तो एक योगी… pic.twitter.com/XGRFFMS9GB
— Yogi Adityanath (@myogiadityanath) April 1, 2025
શું યોગીને ભાજપના કેન્દ્રીય નેતાઓ સાથે મતભેદ છે?
ભાજપના કેન્દ્રીય નેતાઓ વચ્ચે મતભેદોના અહેવાલોને નકારી કાઢતા, સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે તેઓ પાર્ટીના કારણે જ મુખ્યમંત્રીની ખુરશી પર છે. તેમણે કહ્યું, “કેન્દ્રીય નેતાઓ સાથે મતભેદ કરીને હું અહીં બેસી રહી શકું છું? તેમણે એમ પણ કહ્યું કે કહેવા માટે તો કોઈ પણ કંઈ પણ કહી શકે છે પરંતુ કોઈનું મોં બંધ થોડી કરી શકાય છે.
जो भारत के प्रति निष्ठावान होगा, RSS उसे पसंद करेगा… pic.twitter.com/YHx3F7Op4V
— Yogi Adityanath (@myogiadityanath) April 1, 2025
RSS દ્વારા આપવામાં આવતા સમર્થન વિશે પૂછવામાં આવતા, યોગી આદિત્યનાથે કહ્યું કે RSS એવા લોકોને પસંદ કરશે જેઓ ભારત પ્રત્યે વફાદાર છે. જેઓ ભારત પ્રત્યે વફાદાર નથી, RSS એમને રસ્તા પર લાવવા માટે, સાચા રસ્તા પર આવવા માટે પ્રરણા જ આપી શકે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમનું પ્રાથમિક કામ ઉત્તર પ્રદેશના લોકોની સેવા કરવાનું છે જે તેમની પાર્ટીએ તેમને સોંપ્યું છે.