Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 22°C

ઈશ્વરિયા ગામમાં અષાઢી બીજનાં શુકનવંતા પર્વે બાળકોએ મેળવ્યો શાળા પ્રવેશ

ઈશ્વરિયા ગામમાં અષાઢી બીજનાં શુકનવંતા પર્વે બાળકોએ મેળવ્યો શાળા પ્રવેશ

ઈશ્વરિયા ગામમાં અષાઢી બીજનાં શુકનવંતા પર્વે બાળકોએ શાળા પ્રવેશ મેળવ્યો છે. અધિકારીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાઈ ગયો.

સરકાર દ્વારા રાજ્યમાં કેળવણી હેતુ થતાં આયોજનો અંતર્ગત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામે થયું હતું, જેમાં અધિકારીઓ અને અગ્રણીઓ સાથે આંગણવાડી, પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળા પરિવાર જોડાયેલ.

સિહોર તાલુકા સંકલિત બાળવિકાસ યોજના કચેરીનાં ફરજ પરનાં અધિકારી હેમાબેન દવેએ બાળકો માટે વાલીઓએ સજાગ બની આંગણવાડી અને શાળા સાથે સંપર્ક વધારવા ભાર મૂક્યો.

અહીંયા સંકલન અધિકારી રહેલાં મહેશદાન ગઢવી અને વન વિભાગનાં વનરક્ષક પાયલબેન પંડ્યા સાથે મહેમાનો દ્વારા બાળકોને પ્રવેશ આવકાર આપવામાં આવેલ. દાતા લક્ષ્મણભાઈ ગોળકિયાનું અભિવાદન કરવામાં આવ્યું.

શાળા પરિવાર દ્વારા સુંદર સંચાલન આયોજન સાથે સાંસ્કૃતિક અને વકતૃત્વ યોજાયેલ. તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યાં. આ પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

માધ્યમિક શાળા આચાર્ય ચિંતનભાઈ ત્રિવેદી તથા પ્રાથમિક શાળા ફરજ પરનાં આચાર્ય કિશોરભાઈ પટેલ અને શાળા પરિવારનાં સંકલનમાં યોજાયેલ આ કાર્યક્રમમાં પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જલ્પાબેન વાળા, અગ્રણીઓ બાબુભાઈ મકવાણા, મેહુરભાઈ ગોહિલ, ત્રિકમભાઈ નાકરાણી, વલ્લભભાઈ ચૌહાણ અને કાર્યકર્તાઓ ગ્રામજનો ઉપસ્થિત રહેલ.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

મૂકેશ પંડિત (ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.