અષાઢી બીજ પ્રસંગે ઐતિહાસિક નગરી સિહોરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા યોજાઈ ગઈ. ઠાકર મંદિર પ્રેરિત જગન્નાથજી રથયાત્રા સમિતિનાં આયોજનમાં અગ્રણીઓ નગરજનો ભાવભેર જોડાયાં હતાં.
ગોહિલવાડની ઐતિહાસિક નગરી સિહોરમાં ભાવ અને ઉત્સાહ સાથે રથયાત્રા આયોજન થયું. અષાઢી બીજ પ્રસંગે સિહોરમાં ઠાકર મંદિર પ્રેરિત જગન્નાથજી રથયાત્રા સમિતિનાં આયોજનમાં અગ્રણીઓ નગરજનો ભાવભેર જોડાયાં હતાં.
ભગવાન જગન્નાથજી રથયાત્રા સવારે ઠાકર દ્વારા મંદિરથી પ્રસ્થાન થઈ બપોરે શ્રી પાબુજી મંદિર થઈ પરમ વિરામ પામેલ. આ રથયાત્રા દરમિયાન શેરીએ શેરીએ અને મુખ્યમાર્ગ તથા ચોકમાં વિવિધ સંસ્થા મંડળ દ્વારા પ્રસાદ આયોજન પણ રહેલ, જેનો લાભ ભાવિકોએ લીધો હતો. તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત પણ રહ્યો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared