Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 24°C

ભાવનગર ખાતે મંત્રી પરશોત્તમભાઈ સોલંકી પ્રેરિત દિવ્યેશભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે સમાજના સર્વાંગી વિકાસ માટે “દિવ્ય સેતુ”- સેમિનાર યોજાયો

ભાવનગર ખાતે મંત્રી પરશોત્તમભાઈ સોલંકી પ્રેરિત દિવ્યેશભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે સમાજના સર્વાંગી વિકાસ માટે “દિવ્ય સેતુ”- સેમિનાર યોજાયો

આ કાર્યક્રમમાં મંત્રી પરશોત્તમભાઈ સોલંકી‌એ તેમના સુપુત્ર દિવ્યેશભાઈને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, મારા જાહેરજીવનમાં મેં સતત સમાજનાં લોક ઉપયોગી કામો કર્યા છે, સમાજના કોઈ વ્યક્તિને મુશ્કેલીના સમયમાં મદદરૂપ થઈ તે મુશ્કેલીને દૂર કરવાનું કામ‌ મેં હરહંમેશા કર્યું છે. તેમણે લોકોને આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, જ્યારે આપણે લોકોના કામો કરીએ છીએ ત્યારે લોકોના આશીર્વાદ પણ મળતાં હોય છે. શિક્ષિત, સમૃદ્ધ, સ્વસ્થ અને સશક્ત સમાજના નિર્માણ માટે કામ‌ કરતાં રહેવાની તેમણે ખાતરી આપી હતી.

રાજ્યના યુવા કોળી સેનાના પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકીએ પોતાના પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું કે, હું નાનપણથી જ મારા પિતાના સેવા કાર્યોને સતત જોતો રહ્યો છું. તેમના જીવનમાંથી પ્રેરણા લઈને સમાજ સેવાના કર્યો કરીએ છીએ. લોકોના કામ કરવા અને સમાજને પડતી મુશ્કેલીઓની વેળાએ તેમની પડખે ઉભા રહેવું એને હું મારૂં સદ્દભાગ્ય માનું છું. તેમણે કહ્યું કે, મારા પિતાએ જે સપનાઓ જોયા હતાં એ સપનાને સાકાર કરવા એ મારી ફરજ છે. તેમણે સમાજનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, તમારા બધાના આશીર્વાદથી સમાજના સર્વાંગી વિકાસ માટેના જે કામો કરી રહ્યાં છીએ, તેમાં મારા પિતાનું સતત માર્ગદર્શન મળતું રહે છે. સરકારની જન કલ્યાણકારી યોજનાઓના લાભો જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચે તે માટે વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવતા કર્મીઓને તે દિશામાં કામ કરવા તેમણે અનુરોધ કર્યો હતો. “ભાઈ એપ્લિકેશન એપ” સમાજના દિકરા-દિકરીઓ માટે  ખૂબ જ ઉપયોગી બની રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે મંત્રી પરશોત્તમભાઈ સોલંકીના વરદ હસ્તે “ભાઈ ઓનલાઇન એજ્યુકેશન 2.0” એપનું રિ-લોન્ચીગ કરાયું હતું. આ એપ થકી છેવાડાના અને  આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકશે.

કોળી સમાજના આગેવાનો અને હોદ્દેદારોએ મંત્રી પરશોત્તમભાઈ સોલંકી‌ અને તેમના સુપુત્ર દિવ્યેશભાઈ સોલંકીએ કરેલા સમાજપયોગી કાર્યોને બિરદાવ્યા હતાં.

આ પ્રસંગે પ્રેરણાદાયી મોટિવેશનલ સ્પીકર પારસ પાંધીએ જીવનના પડકારો સામે સફળતાપૂર્વક લડવા અંગે પ્રેરક વાર્તાલાપ કરી સૌને મંત્રમુગ્ધ કર્યાં હતાં.

આ પ્રસંગે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, પૂર્વ ધારાસભ્ય આર.સી.મકવાણા, દિપાબેન, જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, ભરતભાઈ મેર સહિત સમાજના અગ્રણીઓએ દિવ્યેશભાઈ સોલંકીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમમાં અભયસિંહ ચૌહાણ, બુધેશભાઈ જાંબુચા, વિવિધ ક્ષેત્રોમાં સેવા આપી‌ રહેલાં કોળી સમાજના અધિકારીશ્રીઓ- કર્મચારીઓ, જિલ્લાના પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં કોળી સમાજના નવ યુવાનો અને મંત્રીના કાર્યાલયનો સ્ટાફ સહિત મીરાંકુજનો પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.

બાઈટ: દિવ્યેશભાઈ સોલંકી

બાઈટ : પુરુષોત્તમભાઈ સોલંકી ,  મંત્રી ગુજરાત સરકાર

રીપોર્ટ: સિદ્ધાર્થ ગોધારી (ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.