રેલગાડીની ટક્કરથી ઈશ્વરિયા ગામની બાળકીનું મરણ થતાં મોરારિબાપુ દ્વારા સંવેદના વ્યક્ત થઈ છે. શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૧૫ હજાર સહાયતા અર્પણ થશે.
ભાવનગર મહુવા રેલગાડી અડફેટે સણોસરા નજીક ઈશ્વરિયા ગામની રુહી વિજયભાઈ રાઠોડ નામની બાળકીનું ઘર આંગણે મરણ થતાં મોરારિબાપુ દ્વારા સંવેદના વ્યક્ત થઈ છે. આ બાળકીને શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૧૫ હજાર સહાયતા અર્પણ થશે, જે સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા આ પરિવારને પહોંચતી કરવામાં આવશે.