Skip to content
રવિવાર, નવેમ્બર 22, 2026 Ahmedabad 25°C

સનાતન મહિમાવંત શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળિયામાં વિવિધ આયોજનો

સનાતન મહિમાવંત શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળિયામાં વિવિધ આયોજનો

ગોહિલવાડનાં ગૌરવ સમાન શિવકુંજ આશ્રમ જાળિયામાં સનાતન મહિમાવંત શ્રાવણ માસ દરમિયાન વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાથે યજ્ઞ અને ધાર્મિક સામાજિક ઉપક્રમો યોજાશે. આ વિવિધ આયોજનો માટે આશ્રમ પરિવાર દ્વારા તૈયારીઓ થઈ છે.

આગામી શુક્રવારથી સનાતન મહિમાવંત શ્રાવણ માસ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગોહિલવાડનાં ગૌરવ સમાન શિવકુંજ આશ્રમ જાળિયામાં ધર્મ, સંસ્કૃતિ સાથે સામાજિક કાર્યો માટે આયોજનો ગોઠવાયા છે.

શ્રાવણ માસ દરમિયાન આશ્રમનાં સાધક, કથાકાર વક્તા વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાથે યજ્ઞ અને ધાર્મિક સામાજિક ઉપક્રમો યોજાશે. આશ્રમમાં સોમનાથ મહાદેવ સમીપે ભૂદેવો અને ભાવિક યજમાનો દ્વારા શ્રી મહારુદ્રયાગ યોજાયેલ છે. યજ્ઞ પ્રારંભ શુક્રવાર તા.૨૫ના અને પૂર્ણાહુતિ શનિવાર તા.૨૩ના થશે.

શ્રાવણ માસ ઉજવણી દરમિયાન પીપળા, બિલ્લી વગેરે વૃક્ષ છોડ અર્પણ વિધિ, સત્સંગ, પ્રસાદ તેમજ સંતો મહંતો અને ધર્માચાર્યોનો લાભ વગેરે આ વિવિધ આયોજનો માટે આશ્રમ પરિવાર દ્વારા તૈયારીઓ થઈ છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.