પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ સાથે રંઘોળામાં બિરાજતાં ભાવનાથ મહાદેવનાં દર્શન પૂજનમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાતાં રહ્યાં છે. પ્રાકૃતિક રમણીય વાતાવરણ વચ્ચે રહેલું ધર્મસ્થાન આ વિસ્તારમાં આસ્થાનું કેન્દ્ર છે.
ગોહિલવાડમાં આવેલાં શિવ સ્થાનોમાં ઉમરાળા તાલુકાનાં રંઘોળામાં બિરાજતાં ભાવનાથ મહાદેવનાં દર્શન પૂજનમાં કાયમ ભાવિકો આવતાં રહે છે. આ સ્થાનમાં યજ્ઞ તેમજ વિવિધ ધાર્મિક કાર્યોનાં આસ્થાભેર આયોજનો થતાં રહે છે.
પ્રાકૃતિક રમણીય વાતાવરણ વચ્ચે રહેલું અને બ્રહ્મલીન લહેરગીરી મહારાજનાં સ્મરણ સાથેનું આ ધર્મસ્થાન આ વિસ્તારમાં આસ્થાનું કેન્દ્ર છે. વર્તમાન મોભી દલપતગીરીબાપુનાં સાનિધ્ય નેતૃત્વમાં આ દર્શનીય સ્થાનમાં વિવિધ આયોજનો થતાં રહે છે. પવિત્ર શ્રાવણ માસનાં પ્રારંભ સાથે ભાવનાથ મહાદેવનાં દર્શન પૂજનમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાતાં રહ્યાં છે. અહીંયા શ્રાવણનાં છેલ્લાં દિવસે એટલે અમાસ પર્વે મેળો પણ યોજાય છે.