અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ટેરિફ મુદ્દે આક્રમક વલણ અપનાવી રહ્યા છે. તાજેતરમાં તેમણે ભારત સાથેના વેપાર સોદા (Trade Deal) અંગે સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું છે કે જો 1 ઓગસ્ટ પહેલા દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ નહીં અપાય, તો ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર 20 થી 25 ટકાનો ટેરિફ લગાવવામાં આવશે. પત્રકારો સાથેની વાતચીતમાં જ્યારે ટ્રમ્પને ભારતીય માલ પર ટેરિફ સંબંધિત પ્રશ્ન પૂછાયો, ત્યારે તેમણે જણાવ્યું, “તેઓ 25% ચૂકવશે,” અને પુનઃ પુછવામાં આવતા સ્પષ્ટ કર્યું કે ટેરિફ દર 20 થી 25% સુધી હોઈ શકે છે.
#WATCH | When asked if India is going to pay high tariffs, between 20-25%, US President Donald Trump says, "Yeah, I think so. India is my friend. They ended the war with Pakistan at my request…The deal with India is not finalised. India has been a good friend, but India has… pic.twitter.com/IYxParZqce
— ANI (@ANI) July 29, 2025
ભલે ટ્રમ્પે ભારતને મૈત્રીપૂર્ણ ભાગીદાર ગણાવ્યું હોય અને કહ્યું હોય કે “ભારત મારો મિત્ર રહ્યો છે”, તેમ છતાં તેમના આ નિવેદનોએ બંને દેશોની વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટોને દબાણમાં મૂકી છે. ટ્રમ્પે ભારતની ઊંચી આયાત કરની નીતિઓનીtidયા કરી છે અને ભારત સાથેના વેપાર સંબંધોને ‘ખૂબ જ મુશ્કેલ’ ગણાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ભારત અને અમેરિકાની વચ્ચે 2 એપ્રિલના રોજ 26% ટેરિફનો દર નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ વાટાઘાટો ચાલુ હોવાને કારણે તેને અમલમાં મુકવાને બદલે મુલતવી રાખવામાં આવ્યો હતો. યૂએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ જેમીસન ગ્રીરે જણાવ્યું હતું કે ભારતે પોતાના બજારના કેટલાક સેક્ટરો ખોલવામાં રસ દર્શાવ્યો છે, પણ હજુ ઘણું કાર્ય બાકી છે. “અમે અમારા ભારતીય મિત્રોની સાથે વધુ ચર્ચા કરવાની જરૂર છે,” તેમ પણ તેમણે જણાવ્યું હતું.
ટ્રમ્પના આ તાજા નિવેદનોથી સ્પષ્ટ છે કે તેઓ અમેરિકા માટે વધુ અનુકૂળ વેપાર શરતો માટે કઠોર વલણ અપનાવી રહ્યા છે અને ભારતમાં ઉભી થતી નિકાસવાહક ઉદ્યોગોની સ્થિતિ માટે આ ચેતવણી ગંભીર પરિણામો લાવી શકે છે. હવે જોવું એ રહેશે કે ભારત આ વાટાઘાટોને સમયમર્યાદા પહેલાં કેવું અંતિમ સ્વરૂપ આપે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel