શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસ પ્રસંગે ચાલતાં યજ્ઞમાં આહુતિ અર્પણ કરી આત્માનંદ સરસ્વતીજીએ કહ્યું કે, યજ્ઞ એ વૈશ્વિક કલ્યાણ કરનાર શ્રેષ્ઠ સત્કર્મ છે.
સ્વામી આત્માનંદ સરસ્વતીજીએ શિવકુંજ આશ્રમ જાળિયામાં શાસ્ત્ર ચિંતન રજૂ કરી યજ્ઞ વિશે મહાત્મ્ય જણાવ્યું. તેઓએ કહ્યું કે, યજ્ઞ એ વૈશ્વિક કલ્યાણ કરનાર શ્રેષ્ઠ સત્કર્મ છે. અન્ય કર્મ એક ફળ આપે જ્યારે યજ્ઞ એ અનેક ફળ આપનાર છે.
વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે ચાલતાં હોમાત્મક મહારુદ્ર યજ્ઞમાં આત્માનંદજી સરસ્વતીજીએ આહુતિ અર્પણ કરી. તેઓએ ભૂદેવોને પણ શાસ્ત્રનું મહાત્મ્ય સમજવા અને તે માટે ચોક્કસ રહેવા પણ શીખ આપી.
આચાર્ય અનંતભાઈ ઠાકર સાથે કપિલભાઈ રાજ્યગુરુ, વિશાલભાઈ જોષી, મનોજભાઈ મહેતા અને આશ્રમ સેવક પરિવાર સંકલનમાં રહ્યાં છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel