પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વકલ્યાણ અર્થે યોજાયેલ યજ્ઞની પૂર્ણાહુતિ થઈ છે. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં સનાતન આરાધના થઈ છે.
મહાદેવ શિવજીની વંદના માટે પવિત્ર શ્રાવણ માસની ઉજવણી શિવકુંજ આશ્રમ જાળિયામાં થઈ છે, અહીંયા મહારુદ્રયાગ ઉપાસના અને સોમનાથ મહાદેવ પૂજા વંદના સાથે સત્સંગ સંકીર્તન તથા પ્રસાદ વિતરણમાં આશ્રમ પરિવાર અને શ્રધ્ધાળુઓ સામેલ થતાં રહ્યાં હતાં.
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં વિશ્વકલ્યાણ અર્થે યોજાયેલ આ યજ્ઞની અમાસ પર્વે શ્રીફળ હોમ સાથે પૂર્ણાહુતિ થઈ છે. આ યજ્ઞમાં સંતો, મહંતો, સામાજિક અને રાજકીય અગ્રણીઓ તેમજ ભાવિકો મોટી સંખ્યામાં જોડાયેલાં રહ્યાં.
શિવજીના આ યજ્ઞ દ્વારા અહીંયા સનાતન આરાધના થઈ છે, જેમાં નંદલાલ જાનીના સંકલન સાથે આચાર્ય અનંતભાઈ ઠાકર, કપિલભાઈ રાજ્યગુરુ, વિશાલભાઈ જોષી તથા મનોજભાઈ મહેતા અને ભૂદેવો સાથે યજમાનો દ્વારા આહુતિઓ અર્પણ થઈ છે.