નેપાળની રાજધાની કાઠમંડુ અને અન્ય શહેરોમાં હાલમાં Gen-Z ક્રાંતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. સોશ્યલ મીડિયા પર સરકાર દ્વારા લાગુ કરાયેલા પ્રતિબંધને કારણે હજારોની સંખ્યામાં યુવા-યુવતીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ યુવાનો મુખ્યત્વે 18 થી 30 વર્ષની ઉમરના છે, જે 1995 બાદ જન્મેલા છે અને ડિજિટલ નાગરિક તરીકે ઓળખાય છે. તેઓ ઇન્ટરનેટ અને ટેક્નોલોજી સાથે મોટા થયા છે, તેથી સોશ્યલ મીડિયા પર પ્રતિબંધને તેઓ પોતાની મૂળભૂત આઝાદી પર આંચકો ગણાવી રહ્યા છે. વડાપ્રધાન કેપી શર્મા ઓલીની સરકારે 4 સપ્ટેમ્બરથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ, વોટ્સએપ, રેડિટ અને X (પૂર્વે ટ્વિટર) સહિત 26 સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો હતો, જેને કારણે યુવાનોમાં ભારે અસંતોષ ફેલાયો છે.
Baneshwor area tense as Gen Z youths clash with police; water cannons and tear gas used. In Kathmandu, they protested social media bans and corruption, demanding action and restoration of digital freedom.@ANI @FoxNews @BBCWorld #Nepal #facebook pic.twitter.com/75hzirwF4u
— RB KHADKA (@RBKHADKAKTM) September 8, 2025
કાઠમંડુના મૈતીઘર, થામેલ, પટન, ભૂક્તાપુર જેવા વિસ્તારોમાં વિદ્યાર્થીઓ અને યુવા કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થઈને રેલી યોજી રહ્યા છે. તેઓ ભ્રષ્ટાચાર, અસમાનતા અને બેરોજગારી વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આંદોલન એટલું ઉગ્ર બન્યું કે સંસદ ભવનમાં ઘૂસવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો, જેના પગલે પોલીસ અને સુરક્ષા દળોએ ટિયર ગેસના શેલ છોડ્યા અને હવામાં ગોળીબારી કરી. આ દરમિયાન અથડામણમાં એક વિદ્યાર્થીનું મોત થયું, જ્યારે 80થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. પરિસ્થિતિ બેકાબૂ થતા સરકારે ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ જાહેર કર્યો અને કેટલીક કલાકો સુધી ફોન-ઈન્ટરનેટ સેવાઓ બંધ રાખી.
આંદોલન ફક્ત સોશ્યલ મીડિયા પ્રતિબંધ સુધી સીમિત નથી, પરંતુ તે દાયકાઓથી ચાલતા ભ્રષ્ટાચાર, કુટુંબવાદી રાજનીતિ અને નિષ્ફળ શાસન સામેનો એક સંકેત બની ગયો છે. યુવાઓનો આક્ષેપ છે કે રાજકારણીઓના પરિવાર વૈભવી જીવન જીવી રહ્યા છે, તેમના બાળકો મોંઘી કારોમાં ફરતા જોવા મળે છે, જ્યારે સામાન્ય યુવાનો રોજગારીના અભાવે વિદેશના ગલ્ફ દેશોમાં મહિને 25-30 હજાર રૂપિયામાં મજૂરી કરવા મજબૂર છે. શિક્ષિત હોવા છતાં તેઓ બેરોજગારી, ગરીબી અને નિરાશાના શિકાર બન્યા છે.
Gen Z protesters have entered the Federal Parliament building. They broke through the police cordon, climbed over the gate, and entered the building. Police are firing tear gas to control the situation.@cmprachanda @ANI @FoxNews #Nepal #rbkhadka pic.twitter.com/v6FZRi4VR0
— RB KHADKA (@RBKHADKAKTM) September 8, 2025
Gen-Z પેઢી વૈશ્વિક ન્યાય, સમાનતા અને પારદર્શિતાના મૂલ્યો પ્રત્યે વધુ સંવેદનશીલ છે. તેઓ સોશિયલ મીડિયા દ્વારા પોતાની વાતને દુનિયા સુધી પહોંચાડી શકે છે, પરંતુ સરકાર દ્વારા લગાવાયેલ પ્રતિબંધ તેમના માટે અવાજ દબાવવાનો પ્રયાસ છે એવો તેમનો આરોપ છે. આંદોલનકારીઓનું કહેવું છે કે સરકારને નાગરિકોના હક અને સ્વતંત્રતા છીનવી લેવાનો અધિકાર નથી. તેમના મત મુજબ, સોશિયલ મીડિયા પર પ્રતિબંધ એ સરકારના ભ્રષ્ટાચાર, નિષ્ફળ નીતિઓ અને અસમાનતાના વિરોધમાં ઉઠેલા અવાજને દબાવવા માટેની સાજિશ છે.
વિશ્લેષકોના મતે, આંદોલનનું કેન્દ્ર સોશિયલ મીડિયા પ્રતિબંધ છે, પરંતુ તેનો મૂળકારણ વધુ ઊંડો છે—ભ્રષ્ટાચાર, બેરોજગારી, સામાજિક અસમાનતા અને રાજકીય પરિવારવાદ. જો સરકારે યુવાનોની માંગણીઓ પર ધ્યાન નહીં આપે તો આ આંદોલન લાંબા ગાળે નેપાળની રાજકીય વ્યવસ્થા માટે મોટો પડકાર બની શકે છે. હાલની પરિસ્થિતિમાં Gen-Z ક્રાંતિ નેપાળમાં લોકશાહી અને નાગરિક સ્વતંત્રતાના નવા અધ્યાયની શરૂઆત સાબિત થઈ શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel