જમ્મુ અને કાશ્મીરમાં સોમવાર, 8 સપ્ટેમ્બરની વહેલી સવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આતંકી ષડયંત્ર મામલે વિશાળ દરોડાની કાર્યવાહી હાથ ધરી. આ ઓપરેશન અંતર્ગત માત્ર જમ્મુ-કાશ્મીર જ નહીં પરંતુ દેશના પાંચ રાજ્યોમાં મળી કુલ 22 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા, જેને કારણે સુરક્ષા એજન્સીઓની ચકાસણીની ગતિ વધુ તેજ બની છે. આ દરોડાનો મુખ્ય હેતુ આતંકવાદીઓને આર્થિક, લોજિસ્ટિકલ અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી મળતા સમર્થનને શોધી કઢવાનો છે.
અહેવાલો મુજબ, બારામુલ્લા જિલ્લાના પટ્ટન શહેરના જંગમ ગામમાં NIAની ટીમે ઉમર રશીદ લોનના નિવાસસ્થાને દરોડો પાડ્યો. તપાસ દરમિયાન એજન્સીએ ઘરમાંથી અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો, શંકાસ્પદ નાણાકીય દસ્તાવેજો અને મહત્વપૂર્ણ કાગળો જપ્ત કર્યા. આ ઉપરાંત કુલગામ, અનંતનાગ અને પુલવામા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પણ NIAએ તલાસી લીધી. જમ્મુ-કાશ્મીર સિવાય, બિહારમાં આઠ સ્થળોએ, ઉત્તર પ્રદેશમાં બે સ્થળોએ અને કર્ણાટક, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં એક-એક સ્થળે પણ દરોડા પાડવામાં આવ્યા. આ અભિયાન દરમિયાન સ્થાનિક પોલીસ અને અર્ધસૈનિક દળોનું પૂરું સહયોગ મેળવવામાં આવ્યું હતું, જેથી તપાસ દરમિયાન કોઈ વિઘ્ન ન સર્જાય.
NIA raids 22 locations across five states, J-K in terror conspiracy case
Read @ANI Story | https://t.co/coJhESL88b#NIA #raids #JammuAndKashmir #TerrorConspiracyCase pic.twitter.com/EVCgrqNc8D
— ANI Digital (@ani_digital) September 8, 2025
NIAના અધિકારીઓએ જણાવ્યું કે આ કાર્યવાહી આતંકી સંગઠનો અને તેમના નેટવર્ક દ્વારા રચાયેલા મોટા ષડયંત્રને નાબૂદ કરવા માટે કરવામાં આવી રહી છે. ખાસ કરીને નાણાકીય સહાયતા, સંચાર તંત્ર અને ઇલેક્ટ્રોનિક પુરાવા એકત્ર કરવાની દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. હજી સુધી એજન્સીએ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ સૂત્રો મુજબ આ દરોડા પરથી ઘણા મહત્વપૂર્ણ પુરાવા હાથ લાગ્યા છે, જે આવનારા સમયમાં આતંકવાદી નેટવર્કને ખતમ કરવા માટે મદદરૂપ થશે.
આ દરોડાઓ એવા સમયે થયા છે જ્યારે અહેવાલો પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 સપ્ટેમ્બરે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લઈ શકે છે. તેઓ અહીં તાજેતરમાં આવેલા પૂર પછીની પરિસ્થિતિનો તાગ લઈ શકે છે અને પુનઃસ્થાપન કાર્યની સમીક્ષા કરી શકે છે. જોકે, તેમની મુલાકાત અંગે હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
જાણવા જેવું છે કે NIA છેલ્લા ઘણા મહિનાઓથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે કડક અભિયાન ચલાવી રહી છે. જૂન મહિનામાં પણ એજન્સીએ એકસાથે 32 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં શોપિયાન, કુલગામ, કુપવાડા, સોપોર અને બારામુલ્લાના વિસ્તારો સામેલ હતા. આ તાજેતરની કાર્યવાહી દર્શાવે છે કે જમ્મુ-કાશ્મીરમાં આતંકી નેટવર્કના તમામ સ્તરોને ઉખેડી નાખવા માટે એજન્સી સતત દબાણ બનાવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel