રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક મા. મધુભાઈ કુલકર્ણીનું (માધવ વિનાયક કુલકર્ણી) આજરોજ સંભાજીનગર (ઔરંગાબાદ)ની ડૉ. હેડગેવાર હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 88 વર્ષના હતા.
મા.મધુભાઈ કુલકર્ણી 1984 થી 1996 સુધી ગુજરાતના પ્રાંત પ્રચારક તરીકે રહ્યા હતા. મધુભાઈનો સંઘ પ્રવેશ 1942માં થયો હતો અને તેઓ 1962 થી પ્રચારકતરીકે કાર્યરત હતા.
તેમણે દેહદાન કરવાનો સંકલ્પ લીધો હતો.તેમની અંતિમ ઇચ્છા મુજબ, તેમના પાર્થિવદેહ ને આજે સાંજે રામચંદ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, આર.કે. દામાણી મેડિકલ કોલેજ,સંભાજીનગર ખાતે લઈ જવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel