આ આયોજનને ઉત્સાહવર્ધક બનાવવા માટે સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નડીઆદ વિભાગના કાર્યવાહ દિલીપભાઈ પંચાલ, ભારતીય જનતા પાર્ટીના વિકાસભાઈ શાહ તેમજ સક્ષમના પ્રદેશ અધ્યક્ષ પ્રફુલભાઈ એડનવાલા મુખ્ય હતા.
જેમાં અન્ય સંસ્થાઓ એ પણ આ મહોત્સવ માં ઉપસ્થિત રહી ને દિવ્યાંગ જનોને એક ઉત્સાહ અને શક્તિ સ્તોત્ર નો ધોધ આપ્યો. કઠલાલ દિવ્યાંગ ગ્રુપ. સ્નેહ સંસ્થા. મહેમદાવાદ વગેરે સંસ્થાઓ એ આ સક્ષમ પરિવાર દ્વારા આયોજિત ગરબા ઉત્સવ માં સહભાગી થઇ અને ઉત્સવ ને મહોત્સવ બનાવ્યો અને નવરંગ પરિવાર નો ખુબ ખુબ આભાર જેમણે આ દિવ્યાંગ બાળકો ના એક અવિસ્મરિણીય ગરબા મહોત્સવ બને તે માટે પોતાના ગ્રાઉન્ડ અને સુરુચિ ભોજન ની સેવા આપી ને પોતાની સદભાવના અને માનવતા દર્શાવી. સક્ષમ પરિવાર તરફ થી પણ આ ગરબામાં આવેલા સર્વ દિવ્યાંગ જનો અને અન્ય અતિથીઓ ને યાદગીરી રૂપે લ્હાણી આપવામાં આવી. આ એક દિવસિય ગરબા મહોત્સવ ને ખુબ જ ઉત્સાહ અને ઉમંગ થી સર્વ જનો એ માણ્યો અને માતાજી ની શક્તિ અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
રિપોર્ટર – જયનાદ ભટ્ટ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel