રાધાજીની નગરી બરસાનામાં માતાજી ગૌશાળામાં રામકથા ‘માનસ ગૌસૂક્ત’ પૂર્ણાહુતિ કરતાં કથા પ્રસંગોનાં વર્ણન સાથે મોરારિબાપુએ કહ્યું કે, વૈરાગ્ય બહારથી ન આવે, ભીતરથી જ પ્રગટ થાય.
સુપ્રસિદ્ધ ગૌસેવક રમેશબાબા મહારાજની પ્રેરણાથી બરસાના સ્થિત શ્રી માતાજી ગૌશાળામાં મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથાની ભાવપૂર્ણ પૂર્ણાહુતિ થઈ.
રાધાજીની નગરી બરસાનામાં રામકથા ‘માનસ ગૌસૂક્ત’ પૂર્ણાહુતિ કરતાં ગાયના મહિમા સાથે કથા પ્રસંગોનાં વર્ણન સાથે મોરારિબાપુએ કહ્યું કે, વૈરાગ્ય બહારથી ન આવે, ભીતરથી જ પ્રગટ થાય.
વ્યાસપીઠ પ્રમાણિક રહેવી જોઈએ તેમ ચિંતન સાથે કોઈ પણ વાત સિધ્ધ કરવી હોય તો રામચરિત માનસ તેમાં સહી કરશે. કથાના સારરૂપ બોધ આપતાં મોરારિબાપુએ જણાવ્યું કે, રામનું સ્મરણ એટલે સત્ય, રામનું ગાન એટલે પ્રેમ અને રામ શ્રવણ એટલે કરુણા છે.
રમેશબાબા મહારાજના સાનિધ્ય સાથે ક્થા પૂર્ણાહુતિ કરતાં મોરારિબાપુએ પ્રસંગ વર્ણન અને ગાયોના અંગોનું આધ્યાત્મિક મહાત્મ્ય નિરૂપણ કર્યું અને ગૌસેવા માટે ભાવ અનુરોધ કર્યો. આ સાથે જ નવરાત્રીની શુભકામના પાઠવી અને કથા ગૌમાતાને અર્પણ કરવામાં આવી.
રામકથા મનોરથી હરેશભાઈ સંઘવીએ ભાવવાહી દરરોજની માફક સૌને દંડવત વંદના કરી અને કથામાં મળેલ દાનનો ઉલ્લેખ કરી સૌનો આભાર વ્યક્ત કર્યો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel