બરસાનામાં માતાજી ગૌશાળામાં રામકથા ‘માનસ ગૌસૂક્ત’ ગાન કરતાં મોરારિબાપુએ કહ્યું કે, ગૌપ્રધાન અને વેદપ્રધાન દેશમાં ગૌસેવા આવશ્યક રહી છે, જેમાં સૌનું યોગદાન રહેલું છે. રામકથામાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લાભ લીધો અને મોરારિબાપુના કથાકાર્યથી પ્રભાવિત રહ્યાનું જણાવ્યું.
મોરારિબાપુના વ્યાસાસને રાધાજીની નગરી બરસાનામાં માતાજી ગૌશાળામાં રામકથા ‘માનસ ગૌસૂક્ત’ લાભ મળ્યો છે. ક્થાગાન કરતાં મોરારિબાપુએ શાસ્ત્ર સાથે સાંપ્રતમાં ગૌસેવા મહાત્મ્ય સમજાવ્યું. ગૌપ્રધાન અને વેદપ્રધાન દેશમાં ગૌસેવા આવશ્યક રહી છે, જેમાં સૌનું યોગદાન રહેલું છે.
રામકથા ‘માનસ ગૌસૂક્ત’ ગાન કરતાં મોરારિબાપુએ અથર્વવેદ સંદર્ભ સાથે ગોસુત્ર મંત્ર સમજાવતાં કહ્યું કે, દેશની ગાય નાશ ન પામે, ગાયની ચોરી ન થાય, ગાયને શત્રુઓ હણે નહીં અને ગાયના દૂધથી દેવતાઓનું યજન થાય.
ક્થા માત્ર વચનાત્મક નહીં, રચનાત્મક પણ રહેવી જોઈએ. રાજપીઠ એ વ્યાસપીઠ પાસે જઈને પ્રેરણા લેવી જોઈએ તેમ પણ મોરારિબાપુએ ઉમેર્યું.
રામકથામાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લાભ લીધો અને તેમણે કરેલા ઉદબોધનમાં મોરારિબાપુના કથાકાર્યથી પ્રભાવિત રહ્યાનું જણાવ્યું. તેમણે કહ્યું કે, મોરારિબાપુ દ્વારા માત્ર આ ભૂમિ નહી, સમગ્ર દેશ રામમય બનેલ છે.
પ્રારંભે કથા મનોરથી હરેશભાઈ સંઘવીએ રમેશબાબાજીની પ્રેરણા સાથે અહીંયા થતી ગૌસેવાનો ઉલ્લેખ કરી સૌના પ્રત્યે લાગણી વ્યક્ત કરી હતી.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel