લોકસાહિત્યકાર બાપલભાઈ ગઢવી લિખિત ‘કોને રંગ દેવા ?’ લોકવાર્તા પ્રકાશનનું મોરારિબાપુના હસ્તે લોકાર્પણ કરાયું. ગોપનાથ રામકથામાં અગ્રણી સાહિત્યકારોની ઉપસ્થિતિમાં આ પ્રકાશનની બીજી આવૃત્તિનો ઉપક્રમ યોજાયો.
ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથા ‘માનસ ગોપનાથ’ દરમિયાન વ્યાસપીઠ પરથી લોકસાહિત્યકાર બાપલભાઈ ગઢવી લિખિત ‘કોને રંગ દેવા ?’ લોકવાર્તા પ્રકાશનનું લોકાર્પણ થયું. મોરારિબાપુએ રાજીપાનો ભાવ વ્યક્ત કર્યો અને લોકાર્પણ એ બ્રહ્માર્પણ ગણાવ્યું અને શબ્દ એ બ્રહ્મ હોવાનું કહ્યું.
આ ઉપક્રમ સંચાલક નીતિનભાઇ વડગામાએ આ પ્રકાશનની કથાઓમાં લોકજીવન સમાજની ઉજાગર કરતી વાતો રહ્યાનો ઉલ્લેખ કર્યો.
‘કોને રંગ દેવા ?’ લોકવાર્તા પ્રકાશનનું વ્યાસપીઠ પરથી મોરારિબાપુના હસ્તે અગ્રણી સાહિત્યકારોની ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું. આ વેળાએ જગદીશભાઈ ત્રિવેદી, દિગુભા ચુડાસમા તથા ભરતદાન ગઢવી જોડાયાં.
પ્રકાશન લોકાર્પણ પ્રતિભાવમાં ગિરીશભાઈ ગઢવીએ અહીંયા યોજાયેલ આ લોકાર્પણથી પિતૃતર્પણ કર્યાંનો ભાવ જણાવ્યો.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel