અમદાવાદ શહેરના મકરબામાં નવનિર્મિત ખાખી ભવનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું, જે 8.50 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખાખી ભવનનું લોકાર્પણ થયું, જ્યારે રાજ્યના ડીજીપી વિકાસ સહાય પણ હાજર રહ્યા. નવી સુવિધાઓથી સજ્જ ખાખી ભવન પોલીસ સ્ટાફ માટે તમામ આધુનિક સુવિધાઓ પ્રદાન કરે છે, જેમાં મેસ, ઇનડોર ગેમ્સ, જીમ અને અન્ય આરામદાયક સુવિધાઓ શામેલ છે. હર્ષ સંઘવીએ તેમના સંબોધનમાં જણાવ્યું કે, ખાખી ભવનના દરવાજા જનતાની સહાય અને સરળતા માટે ખુલ્લા રહેશે, જેથી લોકો સરળતાથી ન્યાય અને પોલીસની મદદ મેળવી શકે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્ય હવે હડપ્પા સંસ્કૃતિથી લઈને સેમીકન્ડકટર સુધી નવી દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારમાં ખેડૂત અને મોટી કંપનીઓ સાથે પોલીસના સંબંધ મજબૂત બનાવવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. ડિજિટલ યુગમાં ટેકનોલોજી માધ્યમથી કામગીરીને ઝડપથી અસરકારક બનાવવાની દિશામાં પણ પ્રયાસો કરવામાં આવ્યા છે.
હર્ષ સંઘવીએ સાયબર ક્રાઈમ સામેની લડાઈમાં પોલીસ અને જનતાની ભાગીદારીની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા પાંચ દિવસમાં 3,000થી વધુ લોકો સામે ચિટિંગ સંબંધિત ગુનાઓ નોંધાયા છે અને સમયસર ફરિયાદ નોંધાવવાથી ગુનેગારને સફળતા પ્રાપ્ત થતી નથી. હર્ષ સંઘવીનો જણાવવા પ્રમાણે, લોકો જો સમયસર પોલીસને જાણ કરશે તો આવી ઘટનાઓ ઝડપી નિયંત્રણમાં લાવવામાં આવી શકશે. તેમણે આ પ્રસંગે સાયબર ક્રાઈમની સમસ્યા વૈશ્વિક સ્તરે ગંભીર હોવા છતાં રાજ્યમાં પોલીસ દ્વારા તે અંગે સક્રિય અને ઝડપી પગલાં લેવામાં આવી રહ્યા છે અને આ લડાઈમાં લોકોની સહાય મહત્વપૂર્ણ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel