કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સલામતી અંગે વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. ટોરોન્ટોની યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો સ્કારબરો (UTSC) કેમ્પસ નજીક ધોળા દિવસે ગોળી મારીને 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થી શિવાંક અવસ્થીની હત્યા કરવામાં આવી છે. આ દુઃખદ ઘટના મંગળવારે ઓલ્ડ કિંગ્સ્ટન રોડના હાઇલેન્ડ ક્રીક ટ્રેઇલ વિસ્તારમાં બની હતી. ટોરોન્ટો પોલીસે જણાવ્યું કે ગોળીબારની જાણ થતાં પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં શિવાંક ગંભીર રીતે ઘાયલ થઈ ચૂક્યો હતો અને બાદમાં તેનું મૃત્યુ થયું. હુમલાખોરો ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયા હતા અને હાલ પોલીસ દ્વારા તેમની શોધખોળ માટે વિશાળ તપાસ હાથ ધરવામાં આવી છે.
News Release – Homicide Investigation, Highland Creek Trail and Old Kingston Road, Victim: Shivank Avasthi, 20, Image Releasedhttps://t.co/WdkKqp4pGe pic.twitter.com/XF6NAYJwgX
— Toronto Police (@TorontoPolice) December 24, 2025
આ ઘટનાને લઈ ટોરોન્ટોમાં આવેલા ભારતીય કોન્સ્યુલેટ જનરલે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. દૂતાવાસે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ટોરોન્ટો સ્કારબરો યુનિવર્સિટી કેમ્પસ નજીક થયેલી ગોળીબારની ઘટનામાં યુવા ભારતીય વિદ્યાર્થી શિવાંક અવસ્થીના નિધનથી તેઓ અત્યંત વ્યથિત છે. દૂતાવાસે વધુમાં કહ્યું કે આ મુશ્કેલ સમયમાં તેઓ પીડિત પરિવારના સતત સંપર્કમાં છે અને સ્થાનિક કેનેડિયન અધિકારીઓ સાથે સંકલન રાખીને તમામ જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છે.
We express deep anguish over the tragic death of a young Indian doctoral student, Mr. Shivank Avasthi, in a fatal shooting incident near the University of Toronto Scarborough Campus. The Consulate is in touch with the bereaved family during this difficult time, and is extending…
— IndiainToronto (@IndiainToronto) December 25, 2025
શિવાંક અવસ્થીની હત્યાથી યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો સ્કારબરોના વિદ્યાર્થીઓમાં ભય અને ગુસ્સો ફેલાઈ ગયો છે. સોશિયલ મીડિયા અને રેડિટ પર વિદ્યાર્થીઓએ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, શિવાંક લાઇફ સાયન્સનો ત્રીજા વર્ષનો વિદ્યાર્થી હતો અને કેમ્પસ વિસ્તારને સામાન્ય રીતે સલામત માનવામાં આવતો હતો. તેમ છતાં, કેમ્પસની નજીક જ ગોળીબારની ઘટના બનતાં હવે વિદ્યાર્થીઓ પોતાની સુરક્ષા અંગે અસુરક્ષિત અનુભવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે શિવાંક અવસ્થી યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો સ્કારબરોની ચીયરલીડિંગ ટીમનો સક્રિય સભ્ય પણ હતો. ટીમ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, શિવાંકના અચાનક અને દુઃખદ નિધનથી સમગ્ર ટીમને ભારે આઘાત લાગ્યો છે. આ ઘટનાએ કેનેડામાં વસતા ભારતીય સમુદાયમાં પણ શોક અને ચિંતા ફેલાવી છે, જ્યારે કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel