ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ, શ્રી સંતરામ સમાધિ સ્થાન , શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે ,પ.પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજ ની નિશ્રા માં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો ૧૯૫ મો સમાધિ મહોત્સવ , અંતર્ગત શ્રી સંતરામ યોગીરાજ માનસ કથા નો પ્રારંભ પોથી યાત્રા થી કરવામાં આવ્યો હતો. પોથી યાત્રા સંતરામ સમાધિ સ્થાનથી શરૂ થઈ કથા વ્યાસપીઠ સુધી પહોંચી અને દીપ પ્રાગટ્ય થી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પૂ. ગણેશદાસજી મહારાજ , પૂ. નિર્ગુણદાસજી મહારાજ સહિત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. યોગીરાજ માનસ કથા મુખ્ય વક્તા તરીકે ( ડીસા – બ્રહ્મવેલ ) ના આચાર્યશ્રી રણછોડ દાદા ના શ્રી મૂખે થી થયો હતો. આ કથા રોજ સાંજે ચાર થી સાત દરમિયાન , ૧૫/૦૧/૨૬ થી ૨૧/૦૧/૨૬ દરમિયાન , શ્રી સંતરામ સમાધિસ્થાન , સમાધિ ચોક નડિયાદ ખાતે યોજાઈ રહી છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર ધોલેરાધામના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે, ‘સ્વામિનારાયણ ગોકુલધામ નાર’ દ્વારા આયોજિત દિવ્યાંગ સેવાના ઉમદા કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત અપાયું છે. આગામી રવિવાર, ૧૮ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે, સત્સંગ પાર્ટી પ્લોટ (પીજ રોડ, નડિયાદ) ખાતે પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી જરૂરિયાતમંદોને નિઃશુલ્ક અધ્યતન કૃત્રિમ હાથ-પગ (Hi-Tech Prosthetic Limbs) અર્પણ કરવામાં આવશે.
આ દિવ્ય પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિતના અનેક રાજકીય મહાનુભાવો અને સંતો-મહંતો ઉપસ્થિત રહેવાના હોય, આ માનવતાવાદી કાર્યના બહોળા પ્રચાર-પ્રસાર અર્થે આપને કવરેજ માટે સસ્નેહ આમંત્રણ પાઠવીએ છીએ.
યેશા શાહ
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel