Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 22, 2026 Ahmedabad 33°C

સુરતના ડુમસમાં લક્ઝુરિયસ ફ્લેટમાં દારૂની મહેફિલ ઝડપાઈ, 6 વેપારીની ધરપકડ; ₹10.07 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરતના ડુમસમાં લક્ઝુરિયસ ફ્લેટમાં દારૂની મહેફિલ ઝડપાઈ, 6 વેપારીની ધરપકડ; ₹10.07 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરતના પોશ ગણાતા ડુમસ વિસ્તારમાં ફરી એકવાર દારૂબંધીના કાયદાના ભંગનો બનાવ સામે આવ્યો છે. ડુમસ રોડ પર આવેલા સાયલન્ટ ઝોન વિસ્તારની જાણીતી ‘રાજહંસ બેલિઝા’ બિલ્ડિંગના એક લક્ઝુરિયસ ફ્લેટમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર ડુમસ પોલીસે દરોડો પાડી 6 વેપારીઓની ધરપકડ કરી છે. પોલીસ કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂની 14 બોટલ, 8 મોબાઈલ ફોન અને એક કાર સહિત કુલ ₹10,07,180નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ ઘટના 16 ઓગસ્ટ, 2026ની મોડીરાત્રે બની હતી. પોલીસ મુજબ, રાજહંસ બેલિઝાના ટાવર-Bના ફ્લેટ નંબર 1317માં કેટલાક લોકો કોઈ પણ પ્રકારની પરમિટ વગર વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની ગુપ્ત બાતમી ડુમસ પોલીસને મળી હતી. આ માહિતીના આધારે પોલીસની ટીમે ફ્લેટ પર ઓચિંતો દરોડો પાડ્યો હતો.

પોલીસ ફ્લેટમાં પહોંચી ત્યારે ત્યાં હાજર લોકો વિદેશી દારૂ સાથે મહેફિલ માણતા હોવાનું સામે આવ્યું હતું. અચાનક પોલીસ પહોંચી જતાં ત્યાં હાજર લોકોમાં દોડધામ મચી હતી. પોલીસે તમામને કબજામાં લઈ ફ્લેટની તપાસ શરૂ કરી હતી.

કબાટમાંથી મળી વિદેશી દારૂની બોટલો

પોલીસે ફ્લેટની તલાશી દરમિયાન એક રૂમમાં આવેલા કબાટમાંથી વિદેશી દારૂની બોટલો શોધી કાઢી હતી. કાર્યવાહી દરમિયાન ફ્લેટ માલિક અનુપ પુરુષોત્તમભાઈ પાંપાળીયા સહિત કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે અનુપ પુરુષોત્તમભાઈ પાંપાળીયા (34, ઘોડદોડ રોડ), ગોપાલ ઓમપ્રકાશ રાઠી (34, ઘોડદોડ રોડ), ધીરજ જગદીશભાઈ પાંપાળીયા (27, ભટાર), આનંદ ભાગીરથ પાંપાળીયા (30, ઉમરા), મુદસીર નાઝીર માંકડા (34, અડાજણ પાટીયા, રાંદેર રોડ) અને ગગન સંતોષકુમાર ચાંડક (24, ચોર્યાસી)ની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે, ધરપકડ કરાયેલા કેટલાક લોકો સુરતના ટેક્સટાઇલ વ્યવસાય સાથે સંકળાયેલા છે.

14 બોટલ, 8 મોબાઈલ અને કાર સહિત ₹10.07 લાખનો મુદ્દામાલ

ડુમસ પોલીસે ફ્લેટમાંથી ₹1,07,180ની કિંમતની વિદેશી દારૂની કુલ 14 બોટલો જપ્ત કરી છે. આ ઉપરાંત આશરે ₹4 લાખની કિંમતના 8 મોબાઈલ ફોન અને ₹5 લાખની કિંમતની એક કાર પણ કબજે કરવામાં આવી છે.

આમ, સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ ₹10,07,180નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ છ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બે દિવસમાં વધુ એક દારૂની મહેફિલ ઝડપાતા સવાલો

ડુમસ જેવા સુરતના પોશ વિસ્તારમાં બે દિવસમાં વધુ એક દારૂની મહેફિલ ઝડપાતા દારૂબંધીના અમલને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. લક્ઝુરિયસ ફ્લેટમાં પરમિટ વગર વિદેશી દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમી બાદ થયેલી આ કાર્યવાહીએ શહેરમાં ચર્ચા જગાવી છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

Filed under Surat Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.