વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ના સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમેરિકાની મુલાકાતે ગયેલા ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળના પ્રવાસનો ત્રીજો દિવસ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોકાણની દૃષ્ટિએ મહત્વપૂર્ણ રહ્યો. ગુજરાત ડેલિગેશને સેમિકન્ડક્ટર ક્ષેત્રની વૈશ્વિક કંપની Micron Technology અને ટેક્નોલોજી દિગ્ગજ ગૂગલની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત Perplexity AIના CEO અરવિંદ શ્રીનિવાસ સાથે વન-ટુ-વન બેઠક યોજાઈ હતી અને Silicon Valleyના The Indus Entrepreneurs (TiE)ના પ્રતિનિધિઓ સાથે પણ વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ તમામ મુલાકાતો અને બેઠકોનો મુખ્ય હેતુ ગુજરાતમાં સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સેન્ટર, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, હેલ્થકેર અને યુથ સ્કિલિંગ જેવા ઉભરતા ક્ષેત્રોમાં વૈશ્વિક કંપનીઓ અને ઉદ્યોગસાહસિકો સાથે ભાગીદારી વધારવાનો રહ્યો હતો. સાથે જ જાન્યુઆરી 2027માં યોજાનારી Vibrant Gujarat Global Summit માટે અમેરિકાની અગ્રણી કંપનીઓ અને રોકાણકારોને ગુજરાત સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
માઈક્રોનના ચેરમેન સંજય મહેરોત્રાએ ગુજરાત સરકારના પ્રો-એક્ટિવ અભિગમની પ્રશંસા કરી
ગુજરાત ડેલિગેશનની માઈક્રોન સાથેની મુલાકાત દરમિયાન કંપનીના ચેરમેન અને CEO સંજય મહેરોત્રાએ સાણંદ ખાતેની સેમિકન્ડક્ટર ફેસિલિટી માટે ગુજરાત સરકાર તરફથી મળેલા ઝડપી સહયોગની પ્રશંસા કરી હતી.
સંજય મહેરોત્રાએ સાણંદ ફેસિલિટી માટે જરૂરી 20 એકર જમીનની માત્ર એક જ દિવસમાં મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. માઈક્રોનના યુનિટનું વ્યાપારી ઉત્પાદન ઝડપથી શરૂ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અપનાવવામાં આવેલા પ્રો-એક્ટિવ અને ઇન્ડસ્ટ્રી-ફ્રેન્ડલી અભિગમને પણ તેમણે બિરદાવ્યો હતો.
Met with Chairman and CEO of Micron Technology, Shri Sanjay Mehrotra, during my visit to the United States.
Under the visionary leadership and guidance of Hon'ble Prime Minister Shri Narendra Modi, Gujarat is rapidly emerging as a global semiconductor powerhouse, anchored by… pic.twitter.com/1JAWkapJmj
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 19, 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત અને ખાસ કરીને ગુજરાતમાં વિકસી રહેલા સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ફેબ્રુઆરી 2026માં સાણંદ ખાતે માઈક્રોનની સેમિકન્ડક્ટર ફેસિલિટીના પ્રારંભની યાદ તાજી કરતાં જણાવ્યું હતું કે સાણંદ અને ધોલેરા હવે ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રના મહત્વપૂર્ણ કેન્દ્રો તરીકે ઝડપથી વિકસી રહ્યા છે.
ગુજરાતને Semiconductor Hub બનાવવા પર ભાર
ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે સતત વધી રહેલા રોકાણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર હવે માત્ર ચિપ મેન્યુફેક્ચરિંગ પૂરતું જ નહીં પરંતુ સમગ્ર સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેઇન વિકસાવવા પર ભાર મૂકી રહી છે.
ફેબ્રિકેશન, એસેમ્બલી, ટેસ્ટિંગ, પેકેજિંગ, સપ્લાય ચેઇન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં ગુજરાત વૈશ્વિક કંપનીઓને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે. માઈક્રોન જેવી વૈશ્વિક કંપની સાથેનો સહયોગ રાજ્યના આ લક્ષ્યને વધુ મજબૂત બનાવે છે.
Googleએ AI Training અને Skill Developmentમાં ગુજરાત સાથે કામ કરવાની ઉત્સુકતા દર્શાવી
ગુજરાતના પ્રતિનિધિમંડળે Googleની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન Googleના વાઇસ પ્રેસિડેન્ટ ચંદુ થોટા સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, યુવા કૌશલ્ય વિકાસ, શિક્ષણ, કૃષિ અને ડેટા સિક્યુરિટી જેવા ક્ષેત્રોમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
Googleએ ગુજરાતના યુવાનોને ભવિષ્યની ટેક્નોલોજી માટે તૈયાર કરવા AI આધારિત Skill Development Programmes શરૂ કરવાની દિશામાં સહયોગની સંભાવનાઓ પર રસ દર્શાવ્યો હતો. શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે AI Training આપીને શિક્ષણ ક્ષેત્રમાં નવી ટેક્નોલોજીનો વધુ અસરકારક ઉપયોગ કેવી રીતે થઈ શકે તે અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
કૃષિ ક્ષેત્રમાં AIના ઉપયોગ અંગે પણ ચર્ચા
Google સાથેની બેઠકમાં કૃષિ ક્ષેત્ર માટે AIના ઉપયોગને લઈને પણ મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. પાક પેટર્ન, જમીનની ગુણવત્તા, હવામાન અને અન્ય કૃષિ સંબંધિત ડેટાનું વિશ્લેષણ કરવા માટે AI આધારિત ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે બંને પક્ષોએ વિચારોની આપ-લે કરી હતી.
AI અને ડેટા એનાલિટિક્સના ઉપયોગથી ખેડૂતોને પાકની પસંદગી, સંભવિત હવામાન જોખમ અને જમીન સંબંધિત માહિતી વધુ ઝડપથી ઉપલબ્ધ કરાવી શકાય તેવી સંભાવનાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
Google Workspace અને Sovereign AI પર વિચારવિમર્શ
ડેટા સિક્યુરિટી અને સરકારી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ Google સાથેની બેઠકના મહત્વપૂર્ણ મુદ્દા રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓએ Google Workspace તેમજ Sovereign AI જેવા ટેક્નોલોજીકલ સોલ્યુશન્સના સંભવિત ઉપયોગ અંગે Googleના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી.
સરકારી અને સંસ્થાકીય ડેટાની સુરક્ષા જાળવવાની સાથે AI આધારિત સેવાઓનો ઉપયોગ કેવી રીતે વિસ્તારી શકાય તે દિશામાં પણ બંને પક્ષો વચ્ચે વિચારવિમર્શ થયો હતો.
Perplexity AIના CEO અરવિંદ શ્રીનિવાસ સાથે વન-ટુ-વન બેઠક
ગુજરાત ડેલિગેશનના અમેરિકાના પ્રવાસ દરમિયાન Perplexity AIના CEO અરવિંદ શ્રીનિવાસ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વન-ટુ-વન બેઠક પણ યોજાઈ હતી.
આ બેઠકમાં ગુજરાતમાં Perplexity AIની એન્જિનિયરિંગ અને Research & Development હાજરી સ્થાપવાની સંભાવનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં ટેક્નોલોજી અને AI ક્ષેત્રે વિકસી રહેલા માનવસંસાધન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને ગુજરાતને Perplexityના ભવિષ્યના વિસ્તરણ માટે એક સંભવિત સ્થાન તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.
Had an insightful meeting with Shri Aravind Srinivas, CEO of Perplexity AI.
Inspired by the forward-looking vision of Hon'ble Prime Minister Shri Narendra Modi to make India a global hub for Artificial Intelligence and DeepTech, shared how Gujarat offers an ideal ecosystem with… pic.twitter.com/vOuu2VtsUz
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 19, 2026
ગુજરાતમાં Data Center માટે Perplexity સાથે ચર્ચા
Perplexity AI સાથેની બેઠકમાં ગુજરાતમાં Data Center Setup કરવાની શક્યતાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ડેવલપર્સ અને Perplexity વચ્ચે Hybrid Setup તૈયાર કરવાની દિશામાં પણ રસ દર્શાવવામાં આવ્યો હતો.
AI આધારિત કંપનીઓ માટે ડેટા સેન્ટર, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને હાઈ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યંત મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં Perplexity જેવી AI કંપનીની હાજરી ઊભી થાય તો રાજ્યના વિકસતા ટેક્નોલોજી ઇકોસિસ્ટમને વધુ વેગ મળી શકે છે.
TiE સાથે Healthcare અને Youth Skilling પર ભાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ડેલિગેશને Silicon Valleyના The Indus Entrepreneurs (TiE)ના સભ્યો સાથે પણ બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, હેલ્થકેર, હેલ્થકેર વર્કર્સની તાલીમ અને AI આધારિત યુવા કૌશલ્ય વિકાસના ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાતમાં હેલ્થકેર ક્ષેત્રે ટેક્નોલોજીના ઉપયોગને વધુ વ્યાપક બનાવવા, મેડિકલ અને પેરામેડિકલ માનવસંસાધનને આધુનિક તાલીમ આપવી તથા યુવાનોને વિવિધ AI Tools સાથે જોડવા માટે TiEના અનુભવો અને વૈશ્વિક નેટવર્કનો કેવી રીતે લાભ લઈ શકાય તે અંગે ચર્ચા થઈ હતી.
Visited the Consulate General of India in San Francisco and met with Consul General Dr. K. Srikar Reddy.
Thanked the Consulate team for their warm hospitality. Appreciated their dedicated efforts in strengthening bilateral ties and supporting the Indian diaspora. pic.twitter.com/jfudnxks0h
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 19, 2026
શું છે The Indus Entrepreneurs?
The Indus Entrepreneurs એટલે કે TiEની સ્થાપના 1992માં Silicon Valleyમાં કરવામાં આવી હતી. આ સંસ્થા વિશ્વભરના સફળ ઉદ્યોગસાહસિકો, કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ, રોકાણકારો અને સિનિયર પ્રોફેશનલ્સને એક પ્લેટફોર્મ પર જોડે છે.
TiE મુખ્યત્વે entrepreneurship, mentoring, networking, funding અને startup ecosystemના વિકાસ માટે જાણીતી છે. ગુજરાત સરકાર TiE જેવા વૈશ્વિક નેટવર્ક સાથે સહયોગ કરીને રાજ્યના Startup અને Innovation Ecosystemને વધુ આંતરરાષ્ટ્રીય સ્તરે જોડવાનો પ્રયાસ કરી રહી છે.
Vibrant Gujarat 2027 માટે વૈશ્વિક રોકાણકારોને આમંત્રણ
અમેરિકાની આ મુલાકાત દરમિયાન ગુજરાત પ્રતિનિધિમંડળનો મુખ્ય ફોકસ Vibrant Gujarat Global Summit-2027 માટે વૈશ્વિક રોકાણકારોને આકર્ષવાનો પણ રહ્યો છે. સેમિકન્ડક્ટર, AI, DeepTech, Data Center, Healthcare અને Skill Development જેવા ક્ષેત્રોમાં કાર્યરત કંપનીઓને ગુજરાતમાં ઉપલબ્ધ રોકાણની તકો અંગે માહિતી આપવામાં આવી રહી છે.
રાજ્ય સરકારનો પ્રયાસ ગુજરાતને પરંપરાગત મેન્યુફેક્ચરિંગ રાજ્યથી આગળ લઈ જઈને Semiconductor, AI અને Advanced Technology Hub તરીકે વૈશ્વિક સ્તરે સ્થાપિત કરવાનો છે.
મુખ્યમંત્રી સાથે વરિષ્ઠ અધિકારીઓ પણ રહ્યા ઉપસ્થિત
અમેરિકાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને ગુજરાત પ્રતિનિધિમંડળના સભ્યો પણ જોડાયા હતા.
Micron, Google, Perplexity AI અને TiE સાથે યોજાયેલી બેઠકો ગુજરાતના ટેક્નોલોજી અને રોકાણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે આ ચર્ચાઓમાંથી કેટલા રોકાણ પ્રસ્તાવો અને ભાગીદારી Vibrant Gujarat Global Summit-2027 સુધી આગળ વધે છે તેના પર ઉદ્યોગજગતની નજર રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel