નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે એક સુંદર “ફળ, ફૂલ અને શાકભાજી પ્રદર્શન”નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં સમગ્ર ખેડા જિલ્લામાંથી બાગાયતી ખેતી સાથે સંકળાયેલા કુલ ૪૦૦ જેટલા ખેડૂતોના ફળ, ફૂલ અને શાકભાજી તથા બાગાયતી પ્રોસેસ્સડ પ્રોડક્ટના નમુના રજૂ કરવામાં આવ્યા છે.
આ પ્રદર્શનમાં કેટેગરી ૦૧ મા કેળ, પપૈયા, આમળા, લીમ્બુ, જામફળ, બોર સહિત ફળ પાક; કેટેગરી ૦૨માં ગુલાબ, ગલગોટો, સેવંતિ, લીલી, પારસ સહિત
ફૂલ પાક; કેટેગરી ૦૩માં બ્રોકલી, નોલખોલ સહિત વિદેશી શાકભાજી પાક; કેટેગરી ૦૪માં કારેલા, ગીલોળા, પરવળ, તુરીયા, ગલકા, દૂધી સહિત વેલાવાળા શાકભાજી પાક;કેટેગરી ૦૫માં કોબીઝ, ફ્લાવર સહિત કોલ ક્રોપ; કેટેગરી ૦૬માં રીંગણ, ટામેટા અને મરચા પાક; કેટેગરી ૦૭માં ડુંગળી, બટાકા, બીટ, રતાળુ, શક્કરિયા, ગાજર, મુળા, હળદર, આદુ, લસણ સહિત કંદ પાક; કેટેગરી ૦૮માં લીલા પાદંડા વાળા શાકભાજી; કેટેગરી ૦૯માં વાોલડ પાપડી, તુવેર, ફણસી ચોળી, ગવાર, મોગરી, સરગવા સહિત
અન્ય શાકભાજી અને કેટેગરી ૧૦માં પ્રોસેસિંગ પ્રોડક્ટ, મધ, મશરૂમ સહિત ખેત પેદાશોનું રમણીય પ્રદર્શન ઊભું કરવામાં આવ્યું છે.