આ વર્ષે “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” થીમ હેઠળ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ યોજાયેલ ભવ્ય તિરંગા યાત્રામાં જળ શકિત મંત્રી સી. આર. પાટીલ સહિત વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ સહભાગી થયા હતા. આ યાત્રાની વિશેષતા તરીકે 50 મીટર લાંબો તિરંગો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ ફુવારા સર્કલથી થયો હતો, જે ગોલવાડ ચોક – લક્ષ્મણ હોલ સર્કલ ટાવર – સયાજી લાઈબ્રેરી રોડ – જુનાથાણા સર્કલ – લ્યોન્સીકુઈ સર્કલ માર્ગે પસાર થઈ સર્કિટ હાઉસ ઝંડા સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી.
દેશભક્તિની ઉર્જાથી ભરપૂર આ યાત્રામાં શહેરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોલીસ જવાનોની દેશભક્તિપૂર્ણ ધૂનોએ માહોલને ગુંજાવ્યો હતો. યાત્રા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક વૃંદોએ દેશપ્રેમ અને એકતાનો સંદેશ આપતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર રજૂઆત કરી હતી, આ સાથે દેશભક્તિને લગતા નારાઓથી નવસારી શહેરની ગલીઓ ગુંજીઉઠી હતી. જેનાથી તિરંગા યાત્રા વધુ આકર્ષક અને જોમ જુસ્સાથી ભરપુર બની હતી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel