Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 31°C

સાંસદ ડો.ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક મળી

સાંસદ ડો.ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક મળી

કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ વિવિધ યોજનાઓની સમિક્ષા કરી હતી તેમજ ભાવનગર જિલ્લાનાં તમામ વિભાગોની કામગીરી, સરકારી યોજનાઓ તેમજ તેની અમલવારી તેમજ વિભાગોનાં લક્ષ્યાંકોની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

જેમાં સાંસદ આદર્શ ગામ, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, શૈક્ષણિક યોજનાઓ, પશુપાલન, પુરક પોષણ, કિશોરી શક્તિ યોજના, પોષણ અભિયાન તેમજપ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, મધ્યાહન ભોજન યોજના, કુટીર ઉદ્યોગ, આંગણવાડીઓની સમીક્ષા, માતૃ વંદના યોજના, આરોગ્યક્ષેત્રે થયેલ કામો, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ, સુજલામ સુફલામ તેમજ સિંચાઈના કામો, કૃષિ ક્ષેત્રે થયેલ કામો, વીજળી, વાસ્મો, ભારત સંચાર નિગમ લિ., જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રેલ્વે, પાણી પુરવઠા, નેશનલ હાઇવે ઓર્થોરીટી, જિલ્લા ઉદ્યોગ, પી.જી.વી.સી.એલ દ્વારા ચાલતી વિવિધ માનવ કલ્યાણ યોજનાઓ વગેરે યોજનાઓમાં પૂર્ણ થયેલ કામો, પ્રગતિ હેઠળના કામો તેમજ આયોજન કરેલ કામોની સમીક્ષા કરી જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું તથા બેઠકમાં લેવાયેલ નિર્ણયોની ચુસ્ત અમલવારી તેમજ અધીકારીશ્રીઓ દ્વારા પડતર પ્રશ્નોનુ ફોલો-અપ લેવા સુચન કર્યુ હતુ.

આ બેઠકમાં મેયર ભરતભાઈ બારડ, જિલ્લા કલેક્ટર આર.કે.મહેતા, મ્યુનિસિપલ કમિશનર એન. વી. ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી જી.એચ. સોલંકી, નાયબ વન સંરક્ષક સાદિક મુંજાવર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જયશ્રીબેન જરૂ, વિવિધ સમિતિના ચેરમેન સહિતના તમામ દિશા કમિટીના સભ્યો તેમજ અધિકારીઓ- પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.