Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

ભાવનગર SOG તેમજ ખોરાક અને ઔષધિ નિરીક્ષક કચેરી ના ડી. આઈ એ મળીને રેડ કરતા નશાકારક કફ સરિપ નો જથ્થો પકડયો

ભાવનગર SOG તેમજ ખોરાક અને ઔષધિ નિરીક્ષક કચેરી ના ડી. આઈ એ મળીને રેડ કરતા નશાકારક કફ સરિપ નો જથ્થો પકડયો

બાતમીના આધારે નશા માટે વપરાતી કોડીન સીરપ નો જથ્થો ભાવનગર SOG અને ડ્રગ ઇન્સ્પેકટર ઢમ્મર દ્વારા ભરતનગર વિસ્તારના માલધારી સોસાયટી આવેલ આઈ મેડિકલ એજન્સીમા રેડ પડી હતી અને અલગ અલગ કંપની ની ૫૭૯ કોડીન સીરપ જપ્ત કરવામાં આવી હતી .
પ્રથમ દ્રષ્ટિએ આઈ મેડિકલ અજેંસી x-Ray અને ક્રિટીકલ કેર નો સામન નું વેચાણ કરતી એજન્સી લાગે છે પરંતુ એની આડમાં નશાકારક કફ સીરપ વેચાતું થઈ રહ્યું હતુ એવું લાગી રહ્યું છે .
કોડીન સીરપ નુ દિલીપભાઈ બાબુભાઈ ધોલેતર ડોકટર ના પ્રિસ્ક્રીપશન વગર વેચાણ કરતો હતો તેને SOG દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.
હવે જોવાનું રહ્યું આ કફ સીરપ નું વેચાણ શહેર કે ભાવનગર જિલ્લામાં આઈ મેડિકલ અજેંસી દ્વારા અન્ય કોઈ રિટેલ મેડિકલ વાળા ને આપ્યું છે કે કેમ ?

 

 

 

રિપોર્ટ- સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.