તાપી જિલ્લાના વાલોડ ખાતે આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિર હવેલીમાં રોજે રોજ વિવિધ પ્રકારના શણગાર કરીને લાલજીને હિંડોળે ઝુલાવવામાં આવે છે.
ગતરોજ સ્વ.વાસંતીબેન ભરતભાઈ શાહના પરિવાર તરફથી લાલજીને અમેરિકન ડોલરની નોટોનો હિંડોળો શણગારવામાં આવ્યો હતો. હિંડોળામાં આવનાર ભાવિક ભક્તોમાં લાલજીને અમેરિકન ડોલરની નોટોથી શણગારેલ હિંડોળાને જોઈને એક અલગ પ્રકારની અનુભૂતિ જોવા પામી હતી અને ભાવિક ભક્તોમાં એક હર્ષ ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો.
આ હિંડોળાને શણગારવા માટે પ્રીતિબેન શાહ, ચીંકી શાહ, ઈશિતા ટેલર અને બીજલ ટેલર દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી હતી અને લાલજીનો હિંડોળો ખુબ સરસ રીતે શણગાર્યો હતો. હિંડોળામાં આવનાર ભાવિક ભક્તો દ્વારા એમની ખૂબ પ્રશંસા કરવામાં આવી અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં એક મહિના સુધી લાલજીને વિવિધ પ્રકારના શણગાર કરીને એક મહિના સુધી હિંડોળા ઉત્સવ ઉજવાશે.
રીપોર્ટર :- વિકાસ શાહ(તાપી)