આ પ્રસંગે વિવિધ 9 જેટલા ગરબાના મંડળોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો, લીમડા ચોક નવરાત્રી મહોત્સવ 2024 વ્યારા ના નવા બસ સ્ટેન્ડ સ્થિત માતાજીના ફરતે તમામ મંડળોએ સુંદર ગરબાની કૃતિઓ રજૂ કરી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ શેરી ગરબાસ્પર્ધામાં પ્રથમ ક્રમે મા શક્તિ ગરબા મંડળ દ્વિતીય ક્રમે * માં ગરબા મંડળ* તથા તૃતીયક્રમે * કોટ ગરબા મંડળ* વિજેતા થયા હતા પ્રથમ આવનારને આયોજકો તરફથી રૂપિયા 7,100/-, દ્વિતીય ક્રમે આવનારને રૂ.4,100/- તથા તૃતીય ક્રમે આવનારને 3100/- રોકડ ભેટ આપવામાં આવી હતી તથા દરેક સભ્યને ટ્રોફી આપવામાં આવી હતી, તથા ભાગ લેનાર તમામે તમામ ગરબા મંડળના સભ્યોને પ્રશસતી પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા, દરેક સ્પર્ધક મંડળને શીલ્ડ પણ આપવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ લીમડા ચોક નવરાત્રી મહોત્સવના મહિલા મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો આવા સરસ આયોજન બદલ મહિલા મંડળની વ્યારા નગરમાં ખૂબ પ્રશંસા થઈ હતી.