હિમાચલ પ્રદેશમાં શિમલાની સંજૌલી મસ્જિદનો વિવાદ હજુ પૂર્ણ રીતે સમાપ્ત થયો નથી હવે મંડીમાં પણ મસ્જિદના ગેરકાયદેસર બાંધકામને લઈને હોબાળો થયો છે.
#WATCH | Mandi, Himachal Pradesh | Police use water cannon to disperse protestors as some Hindu organisations gather at Jail Road to protest against 'illegal' portion of a mosque there pic.twitter.com/gZVtQRDZgy
— ANI (@ANI) September 13, 2024
શુક્રવારે મોટી સંખ્યામાં હિંદુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેનો વિરોધ કર્યો હતો. પ્રદર્શનકારીઓ મસ્જિદ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ મોટી સંખ્યામાં હાજર પોલીસ તેમને રોકવાનો પ્રયાસ કરી રહી છે. મંડી શહેરના સાત વોર્ડમાં વહીવટીતંત્ર દ્વારા કલમ 163 (અગાઉની કલમ 144) લાગુ કરવામાં આવી હોવા છતાં, પ્રદર્શનકારીઓ સવારે 11 વાગ્યાથી સેરી મંચ પાસે એકઠા થવા લાગ્યા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. પોલીસ પ્રશાસને વિવાદિત મસ્જિદ સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે અને બેરિકેડ કરી દીધા છે જ્યારે વિરોધીઓ મસ્જિદ સ્થળ તરફ કૂચ કરવા માટે બેરિકેડ પર ચઢી ગયા, ત્યારે પોલીસે તેમને રોકવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો. દેખાવકારોની પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.
300 વર્ષ જુની મસ્જિદ પર વિવાદ
મંડી શહેરના જેલ રોડ પાસે આવેલી આ મસ્જિદ લગભગ ત્રણ દાયકા જૂની છે. મસ્જિદની સામે જાહેર બાંધકામ વિભાગની જમીન પર ગેરકાયદેસર રીતે મસ્જિદની સુરક્ષા દિવાલ બનાવવામાં આવી છે. જેને લઈને સ્થાનિક લોકો નારાજ છે. શિમલાના સંજૌલીમાં પ્રદર્શનને જોતા, મુસ્લિમ સમુદાયના લોકોએ ગુરુવારથી મંડીમાં મસ્જિદની ગેરકાયદેસર સુરક્ષા દિવાલ તોડવાનું શરૂ કર્યું. આ અંગેનો મામલો મ્યુનિસિપલ કોર્પોરેશન મંડી કોર્ટમાં પેન્ડિંગ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટે શુક્રવારે આ કેસનો ચુકાદો આપતાં મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાનો આદેશ આપ્યો છે.