નડીઆદના જાણીતા ટેક્ષ એડવોકેટ અમિત સોની ની ભારત સરકારના નોટરી પદે વરણી કરવામાં આવી છે, જે બદલ તેઓને શુભેચ્છાઓ પાઠવાઈ હતી.
હાલમાં ગુજરાત સરકાર ઘ્વારા ખેડા જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સભ્ય પદે જવાબદારી અદા કરી રહયા છે. ગુજરાત અને ભારત ના નામાંકિત ટેક્ષ બાર એસોસિએશન અને સામાજિક સંસ્થાઓ માં વિવિધ પદે સેવા આપી રહયા છે. લૉ મેગેઝીન અને ચરોતરના ન્યુઝ પેપરમાં કાયદા સુધારા વિશેના સારા લેખક છે. આવા ચરોતર ના પ્રતિભાશાળી વ્યક્તિ નોટરી તરીકે વરણીથી સમગ્ર જિલ્લા આનંદ લાગણી પ્રસરી છે.