ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટનું મહત્વનું નિવેદન સામે આવ્યુ છે, જેમાં અમૂલ ડેરીની ચૂંટણી પહેલાં અમૂલના શાસકોએ પ્રોગ્રેસ રીપોર્ટ પ્રજા સમક્ષ મુક્યો છે.
ખેડા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વિશ્વ વિખ્યાત અમૂલ ડેરી આજે વિશ્વની નંબર વન ડેરી છે, ત્યારે અમૂલ ડેરીના વર્તમાન ચેરમેન વિપુલ પટેલે અમૂલ ડેરીનો પ્રોગેસ રીપોર્ટ પ્રજા સમક્ષ મિડિયા દ્વારા મૂક્યો છે. આ તબક્કે વાઈસ ચેરમેન, પૂર્વ ચેરમેન, ડિરેક્ટર સાથે જિલ્લા ભાજપ પ્રમુખ હાજર રહ્યા હતા.
એશિયાની નંબર વન ગણાતી આણંદ સ્થિત અમૂલ ડેરીના રાજકીય સત્તાધીશોએ સોમવારે સાંજે નડિયાદ સ્થિત કમલમ ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં અમૂલના શાસકોએ પ્રોગ્રેસ રીપોર્ટ પ્રજા સમક્ષ મુક્યો હતો. આ પ્રસંગે અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ, વાઈસ ચેરમેન કાંતિભાઈ સોઢા, અમૂલના ડિરેક્ટર પપ્પુભાઈ પાઠક, જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ હાજર રહ્યા હતા.
આ કોન્ફરન્સમાં અમૂલના ચેરમેન વિપુલ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, પશુપાલકોના હિતમાં આ ડેરીએ અસરકારક પગલા લીધા છે. અમૂલ ડેરીમાં આવતી 1233 મંડળીઓમાં તમામ પશુપાલકોને દૂધના સારામાં સારા ભાવ મળે તેવા પ્રયાસો કરાયા છે. ડેરીના કમીશનમા પણ વધારો કરાયો છે. વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાતના તમામ ફેડરેશનો કરતા અમૂલે પશુપાલકોને સારામાં સારા ભાવ આપ્યા છે. તો બીજી બાજુ પશુપાલકોની પરિસ્થિતિ સમજીને આજદિન સુધી દાણના ભાવમાં વધારો કરાયો નથી.