અમૂલ, વિશ્વની નંબર-૧ સહકારી સંસ્થા અને સૌથી મજબૂત વૈશ્વિક ફૂડ અને ડેરી બ્રાન્ડ દ્વારા આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશન (AFA) સાથે ભારતમાં ઓફિશિયલ રીજીયોનલ સ્પોન્સર તરીકે ભાગીદારી કરવામાં આવેલ છે. આ ભાગીદારી સતત ચોથા વર્ષે પણ ચાલુ રહેલ છે જે આર્જેન્ટિનાના ફૂટબોલના ઇતિહાસમાં પ્રથમ ભારતીય રીજીયોનલ સ્પોન્સર તરીકે અમૂલના વિશિષ્ટ સ્થાનને વધુ મજબૂત બનાવે છે. આ ભાગીદારી ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬ ના સમયગાળા સુધી ચાલુ રહેશે જે રમતગમત ક્ષેત્રે એક ભારતીય બ્રાન્ડ દ્વારા કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.
આ ભાગીદારીને આગળ વધારતા, નવા તબક્કામાં, અમૂલ આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓને દર્શાવતા અમૂલના ઉત્પાદનોની નવી શ્રેણી રજૂ કરશે, અને ભારતીય બજાર માટે વિશિષ્ટ રૂપે ડિઝાઇન કરાયેલ મર્યાદિત આવૃત્તિના ઉત્પાદનો અને પ્રશંસકોના યાદગાર અનુભવો પણ રજૂ કરશે.
ડૉ. જયેન મહેતા, મેનેજિંગ ડિરેક્ટર, અમૂલ એ જણાવ્યું હતું કે, “ફૂટબોલની જેમ જ અમૂલ સરહદ પાર લોકોના હૃદયો જોડે છે. ફીફા વર્લ્ડ કપ ૨૦૨૨ ના વિશ્વવિજેતા સાથે અમારી ભાગીદારી ચાલુ રાખવાનો અમને ગર્વ છે. આ ભાગીદારી, રમત અને પોષણ બંનેને આગળ ધપાવતી સહિયારી ઉર્જાનો ઉત્સવ છે, કારણ કે દૂધ એ પેઢીઓથી ખેલાડીઓ અને તેમના સપનાઓને શક્તિ આપે છે.
આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ ક્લાઉડિયો ફેબિયન ટાપિયાએ આ સતત ભાગીદારીની પ્રશંસા કરેલ અને જણાવેલ કે અમૂલનું સતત સમર્થન ભારતમાં આર્જેન્ટિનાના ફૂટબોલ માટે વધતા ઉત્સાહને પ્રતિબિંબિત કરે છે. તેમણે અમૂલ દ્વારા કરવામાં આવેલા વિશ્વાસની સરાહના કરેલ અને ભારતીય દર્શકોમાં આર્જેન્ટિનાની ટીમની હાજરીને વધુ મજબૂત બનાવવામાં બ્રાન્ડની ભૂમિકાની પ્રશંસા કરેલ.
આ ચોથા વર્ષમાં પ્રવેશતી ભાગીદારી અમૂલની વૈશ્વિક પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથેના જોડાણની અને સાથે સાથે અમૂલના ભારતીય ગ્રાહકો સાથેના સંબંધોને મજબૂત બનાવવાની પરંપરાને આગળ વધારી રહેલ છે.
ભાવેશ સોની (આણંદ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel