તાપી જિલ્લામા બાળકોનાં ખ્રિસ્તીકરણનાં ચાલી રહેલ ષડયંત્રના ભાગરૂપે આજરોજ તાપી જિલ્લાનાં સોનગઢ ગામે આવેલ આદર્શ કન્યા શાળાનાં દ્રશ્યો સામે આવતા હિન્દુ સંગઠનમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. તાપી જિલ્લાની શાળાઓમાં વધી રહેલ ખ્રિસ્તી ઉજવણીની ઘટનાઓ મુખ્ય ચિંતાનો વિષય બન્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તાપી જિલ્લાનાં સોનગઢની આદર્શ કન્યા શાળામાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવતા હિન્દુ સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહી મળ્યો છે. જોવા જેવું તો એ છે કે તાપી જિલ્લામાં આત્યાર સુધીમાં સરકારી ચોપડે એક પણ વ્યક્તિ ખ્રિસ્તી નોંધયેલા નથી ત્યારે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ ભારતીય સંસ્કૃતિને જળમૂળ માંથી ઉખેડી નાખવા માટે ખ્રિસ્તીઓનું ષડયંત્ર સામે આવી રહ્યું છે.
આ ઘટના બાબતે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાનો ટેલીફોનિક સંપર્ક કરતા એમણે આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવશે એવું કહ્યું હતું.
તાપી જિલ્લાની શાળાઓમાં અવારનવાર નાના બાળકોમાં ખ્રિસ્તીકરણની માનસિકતા નાખવા માટે ખ્રિસ્તી શિક્ષકો સાથે મળી તાપી જિલ્લામાં નાના બાળકો સાથે નાતાલની ઉજવણી કરવામાં આવી રહી છે, એ પણ સરકારના પૈસા ચાલતી સ્કૂલો અને સરકારી પગાર લેતા શિક્ષકો આ ષડયંત્ર ખુબ જ બુદ્ધિપૂર્વક ચલાવી રહ્યા છે, ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ તાપી જિલ્લાની શાળાઓમાં બની ગઈ છે ત્યારે આવી શાળાઓમાં રામનવમી, જન્માષ્ટમી કે હનુમાન જયંતિ કેમ નથી ઉજવાતી? શુ તે લોકો ભારતીય સંસ્કૃતિના વિરોધી છે? સરકારી શાળાઓ કેમ ધૂમધામ પૂર્વક નાતાલ ઉજવે છે તે મોટો સવાલ ઉપસ્થિત થાય છે ?
તાપી જિલ્લા કલેકટર, જિલ્લા શિક્ષણ અધિકારી શાળાના આચાર્ય અને શિક્ષકો વિરુદ્ધ સખત પગલા ભરે છે કે કેમ તે જોવું રહ્યું?
આ ઘટના બાબતે તાપી જિલ્લા શિક્ષણ અધિકારી ધારાબેન પટેલનો ટેલીફોનિક સંપર્ક સાધતા એમને પૂછવામાં આવ્યું હતું કે આ રીતની ઉજવણીનો કોઈ સરકારી પરિપત્ર આવ્યો છે ખરો તો એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આવી ઉજવણીનો કોઈપણ પરિપત્ર સરકારમાંથી આવ્યો નથી અને શાળાઓમાં પણ કહેવામાં આવ્યું નથી. તો સવાલ એ ઉપસ્થિત થાય છે કે આવી ઉજવણીઓ કોના કહેવાથી કરવામાં આવી રહી છે અને તે પણ સરકારી શાળાઓમાં?!
તાપી જિલ્લાની સરકારી શાળાઓમાં અવારનવાર આવી ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી હોવા છતાં આજ દિન સુધી તાપી જિલ્લા કલેકટર કે તાપી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આવા શિક્ષકો વિરુદ્ધ કોઈ પણ પ્રકારના કાયદાકીય પગલા ભરવામાં આવ્યા નથી ફક્ત તપાસ કરીને સંતોષ માની લેવામાં આવે છે.
આજ રોજ આવી જ પ્રવૃત્તિ સોનગઢ ભાસ્કર ભવનમાં ચાલતા છોટા સ્કૂલ એ પણ કરી હતી જ્યા દરેક બાળક ને શાંતા ક્લોઝ બનાવીને બોલવ્યું હતું. આવી જ એક બીજી ઘટના વ્યારા નગરમાં આવેલ જય અંબે સ્કૂલમાં પણ નાના ભૂલકાઓને સાન્તાક્લોઝ બનાવીને શાળામાં બોલાવવામાં આવ્યા હતા અને હજુ ઘણી શાળાઓમાં આ પ્રકારની ઉજવણી આવનારા દિવસોમાં કરવામાં આવશે એવી માહિતી મળેલ હોય ત્યારે એમના વિરૂદ્ધ જો સખત કાર્યવાહી ન કરવામાં આવી તો હિન્દુ સંગઠનો દ્વારા આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે જોવાનું રહ્યું કે તાપી વહીવટી તંત્ર દ્વારા કયા પ્રકારની કાયૅવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું?