માવજત હોસ્પિટલ,IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન પાલનપુર) અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ઓર્ગન ડોનેશન અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું હતું.
આ સેમિનારનો મુખ્ય ઉદેશ્ય આઝાદીના અમૃત કાળમા અંગોની પ્રતીક્ષા કરી રહેલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થાય તેવા ઉદ્દેશ્ય સાથે બનાસકાંઠા જિલ્લાના ડોકટરોને અંગદાનની પ્રકિયાને વધુ આગળ વધારવા તેમજ ટેકનિકલ સમજ પુરી પાડવામાં આવી હતી.
અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ (દાદા) અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષીની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ૧૦૦થી વધારે ડોકટરો સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમને આગળ ધપાવતા દિલીપ દેશમુખએ પોતાના સાથે થયેલ અંગ પ્રત્યારોપણ તેમજ પોતાના અનુભવો થકી અન્ય જિંદગીઓ કેવી રીતે બચાવી શકાય તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ રાકેશ જોષી દ્વારા ઓર્ગન ડોનેશનનું મહત્વ તથા તેની સાથે જોડાયેલી તબીબી, કાનૂની અને નૈતિક બાબતો ઉપર માહિતી આપવામાં આવી હતી.
IMA પાલનપુરના પ્રતિનિધિઓએ માવજત હોસ્પિટલના આ પ્રયાસની પ્રશંસા કરી અંગદાનના મહત્વ ઉપર ચર્ચા કરવામાં આવી અને આ પ્રવૃત્તિ આગળ વધારવા માટેનો સંકલ્પ દર્શાવ્યો હતો. ઓર્ગન ડોનેશન પ્રત્યે જાગૃતિ લાવવા માટે માવજત હોસ્પિટલના તમામ ડોકટરો, સહયોગી સંસ્થાઓ અને ટિમ પણ આ પ્રકારના પ્રયોગશીલ કાર્યક્રમો યોજવા માટે પ્રતિબદ્ધ છે તેમ જણાવ્યું હતું.