Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 27°C

અંકુર મંદબુદ્ધિ શાળા નો વાર્ષિક કાર્યક્રમ યોજાયો , શાળા ના બાળકો દ્વારા કૃષ્ણ ગીત પર સુંદર કૃતિઓ રજૂ કરી

અંકુર મંદબુદ્ધિ શાળા નો વાર્ષિક કાર્યક્રમ યોજાયો , શાળા ના બાળકો દ્વારા કૃષ્ણ ગીત પર સુંદર કૃતિઓ રજૂ કરી

કાર્યક્રમના અતિથિ વિશેષ ગુજરાતી એક્ટ્રેસ મોનલ ગજ્જર હતા .

બાળકો ની કૃતિઓ જોઈ ભાવવિભોર થયા હતા મોનલ.

અંકુર નો કૃષ્ણ તમને બોલાવે ના થીમ પર અંકુર મંદબુદ્ધિ શાળા નો વાર્ષિક ક્ર્યક્રમ મેઘાણી ઓડિતોરિયમ માં યોજાયો જેમાં શાળા ના મનોદિવ્યાંગ બાળકો દ્વારા કૃષ્ણ ભક્તિ ગીત ઉપર સુંદર કૃતિઓ , રાસ રજૂ કરવામાં આવ્યા હતા તેમજ રમત ગમતમાં મેડલ લેવલ બાળકો તથા ટીચર્સ ટ્રેનિંગ કોલેજ ના પ્રથમ , દ્વિતીય , તૃતીય નંબર મેળવેલ તાલીમાર્થીઓ નું સન્માન કરવામાં આવેલ .

કાર્યક્રમ ના અતિથિ વિશેષ મોનલ ગજ્જર હતા કે જેઓ ગુજરાતી , હિન્દી , તમિલ ફિલ્મો માં કામ કરી ચૂક્યા છે , મનોદિવ્યાંગ બાળકો ની કૃતિઓ જોઈ ને મોનાલ ભાવવિભોર થયા હતા અને આંખ માં આંસુ આવી ગયા હતા અને કહ્યું કે હું ધ્યમતા અનુભવું છે કે મને આ કાર્યક્રમ માં બોલવામાં આવી છે અને મને આટલી સરસ કૃતિઓ જોવા મળી છે .

આ ક્ર્યક્રમમાં જયંતભાઈ વનાણી, કિશોરભાઈ ભાયાણી ,પિયુષભાઈ તંબોલી , વિશાખાબેન તાંબોલી , તરુણભાઈ વોરા તેમજ સમાજ ના અગ્રણીઓ હાજર રહ્યા હતા , સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મોટીવેશનલ સ્પીકર નેહલ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે સમગ્ર કાર્યક્રમ નુ સંકલન મુઝિક થેરાપિસ્ટ ડો.ભાવના અંધારિયા દ્વારા કરવામાં આવ્યું હતું

બાઈટ : મોનલ ગજ્જર , એક્ટ્રેસ

રિપોર્ટ: સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

 

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.